Not Set/ શું AIR India નું દેવું IOCને વેઠવાનો વારો આવશે ? જાણો શું છે હકીકતો

ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOC)નાં અધ્યક્ષ, સંજીવ સિંઘ મહત્વ પૂર્ણ નિવેદન સાથે આશા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, એર ઇન્ડિયાની પાસે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડનાં 2640 કરોડ રૂપિયા બાકી છે. છતા પણ IOCએ 6 એરપોર્ટ પર એર ઇન્ડિયાને બળતણ પુરવઠો આપવાનો ફરી શરૂ કર્યો છે. અમે બળતણ પુરવઠો તેવી આશા સાથે ફરી પૂર્વારત કર્યો છે […]

Top Stories Business
air india IOC શું AIR India નું દેવું IOCને વેઠવાનો વારો આવશે ? જાણો શું છે હકીકતો

ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOC)નાં અધ્યક્ષ, સંજીવ સિંઘ મહત્વ પૂર્ણ નિવેદન સાથે આશા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, એર ઇન્ડિયાની પાસે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડનાં 2640 કરોડ રૂપિયા બાકી છે. છતા પણ IOCએ 6 એરપોર્ટ પર એર ઇન્ડિયાને બળતણ પુરવઠો આપવાનો ફરી શરૂ કર્યો છે. અમે બળતણ પુરવઠો તેવી આશા સાથે ફરી પૂર્વારત કર્યો છે કે આ બાક દેવું પહાડ જેટલું વિશાળ ન થઇ જાય.

આપને જણાવી દઇએ કે, IOC દ્વારા AIR Indiaનું બાકી લેણું વધી જતા, વિમાનોનાં ઇંધણનો જથ્થો આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે, IOC દ્વારા હાલ તુરંત 6 એર પોર્ટ પર ઇંઘણ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. છતા શું આ મામલે સરકારે કોઇ પગલા લેવાની કે હસ્તક્ષેપ કરવાની જરૂરીયાત નથી લાગતી. કારણ કે, અનેક કંપનીઓ ભૂતકાળમાં આ પ્રમાણે દેવું વધી જતા હાથ ઉંચા કરી લે છે. અને આખરે સરકાર દ્વારા મેનેજ કરાતી પબ્લિક લીમિટેડ કંપનીને અંતે સામાન્ય માણસનાં કે સામાન્ય નાગરીકનાં ભોગે આવા દેવા ભોગવવાનો વારો આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.