Gujarat election 2022/ લગભગ 50 ટકાએ પહોંચેલો ભાજપનો વોટશેર વધશે કે ઘટશે?

કોઈપણ ચૂંટણીમાં વિજય ઉપરાંત બીજા કોઈ પાસા પર રાજકીય પક્ષની નજર હોય તો તે વોટશેર પર હોય છે. આ રાજકીય પક્ષો હંમેશા વિજયની સાથે તેમનો વોટશેર અગાઉની ચૂંટણીની તુલનાએ કેટલો વધ્યો કે કેટલો ઘટ્યો તે સતત જોતાં હોય છે. તેથી જ ભાજપ પણ આ વખતે સભાન છે.

Top Stories Gujarat
BJP Congress લગભગ 50 ટકાએ પહોંચેલો ભાજપનો વોટશેર વધશે કે ઘટશે?
  • કોંગ્રેસનો મહત્તમ વોટશેર 60 ટકા અને લઘુત્તમ વોટશેર 30.90 ટકા રહ્યો છે
  • કોંગ્રેસે 27 વર્ષના શાસન પછી સત્તા ગુમાવી હોવાના લીધે ભાજપ સાવધ
  • ખરાબમાં ખરાબ સ્થિતિમાં પણ કોંગ્રેસનો વોટશેર 30 ટકાથી નીચે ઉતર્યો નથી
  • ભાજપ નવા મતદારોને આકર્ષવામાં સફળ અને કોંગ્રેસ નિષ્ફળ

કોઈપણ ચૂંટણીમાં વિજય ઉપરાંત બીજા કોઈ પાસા પર રાજકીય પક્ષની (Political party) નજર હોય તો તે વોટશેર (Voteshare) પર હોય છે. આ રાજકીય પક્ષો હંમેશા વિજયની સાથે તેમનો વોટશેર અગાઉની ચૂંટણીની તુલનાએ કેટલો વધ્યો કે કેટલો ઘટ્યો તે સતત જોતાં હોય છે. તેથી જ ભાજપ (BJP) પણ આ વખતે સભાન છે.

ગુજરાત રાજ્યની 1960માં રચના થયા પછી કોંગ્રેસે (Congress) 1989માં સત્તા ગુમાવી હતી અને હવે જો કટોકટીના સમયગાળાના બે વર્ષને બાદ કરવામાં આવે તો એક રીતે રાજ્યમાં કોંગ્રેસની સત્તા 27 વર્ષ રહી હતી.  ભાજપ પરંપરાગત મતદારોને જાળવવા સાથે નવા મતદારો ઉમેરવામાં સફળ રહી છે, પરંતુ કોંગ્રેસ નિષ્ફળ રહી છે.

હવે ભાજપને પણ 27 વર્ષ થઈ ગયા હોવાથી તે એન્ટિ ઇન્કમ્બન્સીને (Anti-incumbancy) ખાળવા માટે પૂરી તાકાત લગાવી રહ્યુ છે ત્યારે વોટશેર અત્યંત મહત્વની બાબત છે. 1980માં ભાજપનો ઉદય થયો ત્યારથી તેનો વોટશેર મહદઅંશે વધતો આવ્યો છે અથવા જળવાઈ રહ્યો છે. તેની સામે કોંગ્રેસનો વોટશેર સતત ઘટતો આવ્યો છે.

આમ છતાં પણ વિપરીતમાં વિપરીત સંજોગોમાં કોંગ્રેસનો વોટશેર 30 ટકાથી નીચે ક્યારેય ઉતર્યો નથી. એક સમયે 60 ટકાએ પહોંચેલો કોંગ્રેસનો વોટશેર 1990ની ચૂંટણી વખતે 30.90 ટકાએ ઉતરી ગયો હતો, પછી ખરાબમાં ખરાબ સ્થિતિમાં પણ કોંગ્રેસનો વોટશેર આ સ્તરે ગયો નથી.

1990ની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા ગુમાવી તેના પહેલા 1975ની વિધાનસભા ચૂંટણી પણ સંઘર્ષપૂર્ણ રહી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસનો વોટશેર 40.70 ટકા હતો. તેની સામે ભારતીય જનસંઘે 18 બેઠકો મેળવી હતી અને તેનો વોટશેર 39.78 ટકા હતો.  આ ચૂંટણીમાં રાષ્ટ્રીય કોંગ્રેસ-ઓર્ગેનાઇજેશન (એનસીઓ) 43.06 ટકા સાથે 56 બેઠક મેળવી હતી.

વિધાનસભાની ચૂંટણીઓમા ભાજપ અને કોંગ્રેસે મેળવેલ વોટ શેર પર નજર કરીએ તો વર્ષ-1985માં ભાજપનો વોટશેર 21.43 ટકા અને કોંગ્રેસનો 55.55 ટકા, વર્ષ-1990માં ભાજપનો વોટ શેર 33.86 ટકા અને કોંગ્રેસનો 30.90 ટકા, વર્ષ-1995માં ભાજપનો વોટ શેર 42.51 ટકા અને કોંગ્રેસનો 32.99 ટકા, વર્ષ-1998માં ભાજપનો વોટ શેર 44.81 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 35.28 ટકા, વર્ષ-2002માં ભાજપનો વોટ શેર 49.85 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 39.59 ટકા, વર્ષ-2007માં ભાજપનો વોટ શેર 49.12 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 39.63 ટકા, વર્ષ-2012માં ભાજપનો વોટ શેર 47.85 ટકા જ્યારે કોંગ્રેસનો વોટ શેર 38.93 ટકા રહ્યો હતો, જે વર્ષ-2017મા વધીને પાછો 41.44 ટકા થયો.

આ પણ વાંચો

Adani/ NDTV પર થશે અદાણીનો અંકુશઃ સેબીએ ઓપન ઓફરને મંજૂરી આપી

Gujarat Election/ શક્તિ પ્રદર્શન સાથે વિરમગામથી હાર્દિક પટેલ ઉમેદવારી ફોર્મ ભરશે