Cricket/ ઓલિમ્પિક્સમાં સામેલ થશે ક્રિકેટ? ICC એ શરૂ કરી તૈયારી

ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ કરવા માટે પ્રથમ પગલું લેવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ રમતનાં ‘મહાકુંભ’ માં પ્રવેશવાના તેના ઇરાદાની પુષ્ટિ કરી દીધી છે.

Sports
ક્રિકેટ

ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ કરવા માટે પ્રથમ પગલું લેવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ રમતનાં ‘મહાકુંભ’ માં પ્રવેશવાના તેના ઇરાદાની પુષ્ટિ કરી દીધી છે.

આ પણ વાંચો – Burj Khalifa Emirates Ad / વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાની ટોચ પર ઉભા રહીને જાહેરાત શૂટ કરવામાં આવી, આવો જોઈએ રોમાંચક વિડીયો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવી છે. જેની જવાબદારી ઓલિમ્પિક્સ 2028 અને 2032 માં અને તે ઉપરાંત આવનારા અન્ય ઓલિમ્પિકમાં ક્રિકેટમાં શામિલ કરવામાં આવશે. BCCI એ કહ્યું છે કે, જો ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવે તો ભારત તેમાં ભાગ લેશે, હવે ટોક્યો ઓલિમ્પિક 2020 નાં અંત પછી 2024 માં પેરિસમાં યોજાનારી ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેથી ભવિષ્યમાં ક્રિકેટનો પણ સમાવેશ થાય તેવી અપેક્ષા છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) નાં પ્રમુખ ઇયાન વોટમોર આઇસીસી ઓલિમ્પિક વર્કિંગ ગ્રુપની અધ્યક્ષતા કરશે.

આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી

તેમની સાથે આઈસીસીનાં સ્વતંત્ર નિર્દેશક ઈન્દ્રિરા નૂઈ, ઝિમ્બાબ્વે ક્રિકેટ ચીફ તવેંગવા મુકુહલાની, આઈસીસી એસોસિયેટ મેમ્બર ડિરેક્ટર અને એશિયન ક્રિકેટ કાઉન્સિલનાં વાઈસ પ્રેસિડેન્ટ મહિન્દા વલ્લીપુરમ અને યુએસએ ક્રિકેટ પ્રમુખ પરાગ મરાઠે જોડાશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે કહ્યું કે, અમેરિકામાં લગભગ ત્રીસ કરોડ ક્રિકેટ ચાહકો રહે છે, તેથી અમે વર્ષ 2028 માં ત્યાં યોજાનારી ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનો પ્રયાસ કરીશું. જો 2028 માં ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવે તો તે ખૂબ જ સારુ સાબિત થશે.