Not Set/  ‘મમતા દીદી’નું દિલ્હીથી ખેલા હોબે સફળ થશે ખરૂં ?

વિપક્ષી એકતા માટેના પ્રયાસો આવકાર્ય પણ વિપક્ષી નેતાઓના ટકરાતા અહમ વચ્ચે તેમના આ પ્રયાસો સફળ થશે ખરા ? એક મહત્ત્વનો સવાલ

India Trending
મમતા દીદી

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટી.એમ.સી.ના સુપ્રિમો મમતા બેનરજીની દિલ્હી મુલાકાત અને હવે દિલ્હીમાં ખેલા હોબેના આપેલા નારાએ બીજા બધાને તો ઠીક પણ ભાજપને અને તેની નેતાગીરીને દોડતી કરી દીધી છે. યુપી સહિત પાંચ રાજ્યોમાં ભાજપને હરાવો ના નારા સાથે પ્રચાર કરવા મમતા દીદીની જાહેરાત એક વાત સાબિત કરવા માગે છે કે તેઓ હવે પશ્ચિમ બંગાળની સાથે રાષ્ટ્રના રાજકારણમાં પણ પોતાનું કદ વધારવા માગે છે. ખાસ કરીને વિપક્ષના સંખ્યાબંધ નેતાઓ સાથેની મમતા બેનરજીની મંત્રણાએ વિપક્ષી એકતા માટેનો પ્રયાસ છે. માત્ર પેગાસેસે જાસુસીકાંડ નહિ પરંતુ તમામ બાબતો અંગે વિપક્ષે એક બની ભાજપની સત્તા પરની ઈજારાશાહીનો અંત લાવવો જાેઈએ અને તેના ફલસ્વરૂપ તેમણે ૧૬મી ઓગસ્ટે વિપક્ષો દેશવ્યાપી ખેલા હોબે ઉજવે તેવી હાકલ કરી છે.

himmat thhakar  ‘મમતા દીદી’નું દિલ્હીથી ખેલા હોબે સફળ થશે ખરૂં ?
મમતા બેનરજી પોતાની મુલાકાત દરમિયાન કોંગ્રેસના ઈનચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી, યુવરાજ રાહુલ ગાંધી તેમજ કમલનાથ અને આનંદ શર્મા સહિત નેતાઓ સાથે વારાફરતી ચર્ચાઓ કરી વિપક્ષી એકતા પર ભાર મૂક્યો. સાંજના ભાગે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સાથે પણ આજ મુદ્દા અંગે ચર્ચા કરી. પહેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અને એન.સી.પી.ના સુપ્રિમો શરદ પવાર સાથે તેઓ ચર્ચા કરી ચૂક્યા છે. હજી તેઓ પોતાના રોકાણ દરમિયાન અન્ય નેતાઓને મળવાના છે. મમતા બેનરજીએ પસ્ચિમ બંગાળ બાદ ત્રિપુરા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. પ્રશાંત કિશોરની ટીમ ત્રિપુરામાં હાલ સર્વે કરી રહી છે. જાે કે ટી.એમ.સી. માટેના આ સર્વેની કામગીરીમાં ત્રિપરાના શાસકોએ કહેવાતા પ્રોટોકોલના ઓઠા હેઠળ અવરોધ ઉભો કરવા પ્રયાસ કર્યો હતો. દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મમતા દીદીએ કહ્યું કે વિપક્ષી એકતા અંગે સોનિયા ગાંધીનું વલણ સકારાત્મક છે અને અમે સાથે મળી વિપક્ષી એકતાની દિશામાં આગળ વધશું. ૨૦૨૪ની ચૂંટણીમાં વિપક્ષનું નેતૃત્વ કોણ સંભાળશે તે અંગે તેમણે એવું કહ્યું કે હું કોઈ એસ્ટ્રોલોજર નથી કે બધુ કહી શકું. તે તો જે તે સમયે અને સંજાેગો પ્રમાણે નક્કી થશે. બંગાળ બાદ ‘દીદી’ નું પ્રથમ લક્ષ્યાંક ટી.એમ.સી. દ્વારા ત્રિપુરામાં પગપેસારો કરવાનો અને બીજાે લક્ષ્યાંક છે ૨૦૨૪ની ચૂંટણી પહેલા વિપક્ષી એકતાને મજબૂત બનાવવાનો.

123 19  ‘મમતા દીદી’નું દિલ્હીથી ખેલા હોબે સફળ થશે ખરૂં ?

જાે કે યુપીની ચૂંટણીમાં વિપક્ષી એકતા હાલના તબક્કે સંભવીત દેખાતી નથી. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાને ભલે કોંગ્રેસ સાથે વાત કરી હોય પરંતુ યુપીમાં કોંગ્રેસ કોની સાથે જાેડાણ કરશે તે સ્પષ્ટ નથી. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ યુપીની ચૂંટણીની તૈયારીમાં છે. અમે જાેડાણ માટે તૈયાર છીએ તેમ કહે છે પરંતુ ‘એકલો જાને રે’ નો મૂડ છે. અખિલેશ યાદવ અને માયાવતી હવે બન્ને એક મંચ પર આવે તેવી શક્યતા કમ સે કમ ઉત્તરપ્રદેશની ચૂંટણી પૂરતી ઓછી છે. ત્યાં તો માયાવતીએ બ્રાહ્મણ દલિત મુસ્લિમ કાર્ડ સાથે એકલા હાથે લડવાના મૂડમાં છે. અખિલેશ યાદવ પણ પોતાના જૂના સમીકરણ એટલે કે યાદવ જાટ મુસ્લિમમાં ભૂદેવોને ઉમેરવા સજ્જ છે. તેમણે પણ બ્રહ્મસમાજના સંમેલનો યોજવા શરૂ કર્યા છે. અરવિંદ કેજરીવાલે અત્યાારે તો ચર્ચા કરી છે પરંતુ ઉત્તરપ્રદેશ કે ઉત્તરાખંડમાં આમ આદમી પાસે વિપક્ષી એકતાનો ભાગ બને કે નહિ તે મોટો પ્રશ્ન છે. ગુજરાત, ગોવા, પંજાબ સહિત તમામ રાજ્યોમાં આમ આદમી પાર્ટીએ સંગઠન વધાર્યુ છે. આ રાજ્યોમાં ‘આપ’ના નેતાઓના આંટાફેરા પણ વધી ગયા છે અને આ ત્રણ રાજ્યોમાં તો સાવ એકલે હાથે લડવાના મૂડમાં છે.

akhilesh  ‘મમતા દીદી’નું દિલ્હીથી ખેલા હોબે સફળ થશે ખરૂં ?
વિપક્ષી એકતા લોકસભાની ચૂંટણીમાં થોડાઘણા અંશે થઈ શકશે પણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શક્ય લાગતી નથી. મોંઘવારી, બેકારી અને કોરોનાની બીજી લહેર વખતે બહાર આવેલી સરકારની નિષ્ફળતાની કેટલીક વિગતો બાદ લોકોમાં રોષ છે જ. પરંતુ વિપક્ષ અને તેમાંય મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે તો માત્ર જાસૂસી કાંડને મહત્ત્વનો મુદ્દો બનાવ્યો છે. બાકીના મુદ્દા ગૌણ બની ગયા છે. કૃષિકાયદા સામે ખેડૂતોનું આંદોલન અને વિપક્ષો દ્વારા સંસદમાં અને સંસદ બહાર વિપક્ષોનો હોબાળો સતત ચાલુ જ છે. જાસૂસી કાંડના મામલે વિપક્ષો એક થયા છે. હવે તો ભાજપનો જૂનો સાથીદાર પક્ષ શીવસેનાના નેતાઓ પણ આમા જાેડાયા છે.

akhilesh 1  ‘મમતા દીદી’નું દિલ્હીથી ખેલા હોબે સફળ થશે ખરૂં ?
૨૦૨૧ની ચૂંટણીમાં સત્તાની હેટ્રીક બાદ મમતા બેનરજીનું કદ વધ્યું છે. તેમને રાષ્ટ્રીય રાજકારણમાં રસ લેવો પણ શરૂ કર્યો છે અને ભાજપ હટાવોના નારા સાથે વિપક્ષોને એક કરવાનું બીડું ઝડપ્યું છે. ઘણા નિરીક્ષકો એવું કહે છે કે કેજરીવાલે ૨૦૧૩માં દિલ્હીમાં સામાન્ય વિજય મળ્યા બાદ ૨૦૧૪માં સંસદીય ચૂંટણીમાં પુરી તાકાત સાથે ઝંપલવ્યું હતું. પોતે પણ મોદી સામે વારાણસીમાં ચૂંટણી લડ્યા હતા. મનીષ સીસોદીયા સિવાયના આપના બાકીના નેતાઓ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા પરંતુ પંજાબમાં ચાર બેઠકો મેળવી સંતોષ માનવો પડ્યો હતો. અથવા કહો કે સફળતાથી દૂર રહ્યા બાદ પછી દિલ્હી પર જ ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું. અત્યારે પણ કેજરીવાલ ૨૦૨૨માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે સક્રિય છે. સંસદની ચૂંટણીનું વિચાર્યુ નથી.

manish sisodiya  ‘મમતા દીદી’નું દિલ્હીથી ખેલા હોબે સફળ થશે ખરૂં ?
ટી.એમ.સી.ને લાગે વળગે છે ત્યાં સુધી ટી.એમ.સી. બંગાળમાં સર્વેસર્વા છે. ત્રિપુરા અને આસામમાં તેનું અમૂક જિલ્લાઓમાં સંગઠન છે પરંતુ બાકીના સ્થળોએ તેની નોંધ પણ લેવાતી નથી. પરંતુ ભાજપને પશ્ચિમ બંગાળમાં હંફાવનાર નેતા તરીકે અન્ય રાજ્યોમાં જે વિપક્ષ મજબૂત હોય તેના ટેકામાં પ્રચાર કરી તેને મજબૂતાઈ તો અવશ્ય બક્ષી શકે તેમ છે. આ પણ એક વાસ્તવિકતા છે.

manish sisodiya 1  ‘મમતા દીદી’નું દિલ્હીથી ખેલા હોબે સફળ થશે ખરૂં ?
મમતા દીદીનું ખેલા હોબે ઉત્તર અને પશ્ચિમ તેમજ પૂર્વના રાજ્યોમાં કંઈક અંશે ચાલે તેમ છે પરંતુ દક્ષિણના રાજ્યોમાં શું ? આ મોટો પ્રશ્નાર્થ છે. એક ઉત્સાહી રાજકીય વિશ્લેષકે ટીવી ચેનલો પરની ચર્ચા દરમિયાન એવુ કહ્યું કે ૨૦૨૨માં ત્રીજી વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ નરેન્દ્ર મોદીએ તરત જ રાષ્ટ્રના રાજકારણમાં જવાની ગોઠવણ શરૂ કરી હતી અને ૨૦૧૪માં તેઓ સફળ પણ થયા. તેથી મમતા દીદી પણ હવે એજ માર્ગે છે ? જાે કે એક વાત કેમ ભૂલી જવાય છે કે નરેન્દ્ર મોદીનો પક્ષ ભાજપ રાષ્ટ્રના ખૂણે ખૂણે પથરાયેલો પક્ષ છે તેને આર.એસ.એસ. એ તેના સાથી સંગઠનોનો શિસ્તબદ્ધ ટેકો હતો તેના કારણે તેઓ કોંગ્રેસ વિરોધી જુવાળનો લાભ ઉઠાવી વડાપ્રધાન બની શક્યા. પરંતુ મમતા બેનરજીનો પક્ષ માત્રને માત્ર પશ્ચિમ બંગાળમાં જ સર્વેસર્વા છે. ઉપર જણાવી ગયા તે પ્રમાણે ત્રિપુરા આસામમાં ઓછી તાકાત છે. જ્યારે ટીએમસીને મજબૂત બનાવવા પ્રયાસો કરવાને બદલે મમતા દીદી વિપક્ષી એકતાને મહત્ત્વ આપે છે તે સારી વાત છે પરંતુ તેમાં કેટલા સફળ થાય છે તે મોટો પ્રશ્ન છે. વિપક્ષોને એકબીજાનો અહમ નડે છે. આ સંજાેગોમાં મમતા દીદીનુ રાષ્ટ્રવ્યાપી ખેલા હોબે કેટલું સફળ થાય છે તે જાેવાનું રહે છે.