નક્સલવાદથી પ્રભાવિત રાજ્ય એવા છત્તીસગઢમાં ગત 3 એપ્રિલે આર્મીના જવાનો પર મોટો હુમલો થયો હતો, જેમાં કુલ 22 જવાનો શહીદ થયા છે, જયારે જ એક જવાન રાકેશ્વર સિંહ મનહાસ લાપતા છે. ત્યારે આ સ્થિતિમાં ગુમ થયેલા જવાન રાકેશ્વર સિંહ નક્સલીઓના કબજામાં હોય તેવા સમાચાર મળ્યા છે.
આ સ્થિતિમાં હવે રાકેશ્વરના પરિવારે સરકારે વિનંતી કરી છે કે, જે રીતે અભિનંદનને પાકિસ્તાનથી પરત લાવવામાં આવ્યા હતા તે રીતે તેમના પુત્રને પણ સુરક્ષિત રીતે ઘરે પરત લાવવામાં આવે.
આ પણ વાંચો :પંજાબમાં 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યુ, સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા
તમને જણાવી દઈએ કે, બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં 31 જવાન ઈજાગ્રસ્ત થયા છે. તેમાંથી એક જવાન રાકેશ્વર સિંહ હજી પણ ગુમ છે, ત્યારે ગુમ થયેલા જવાનના પત્નીએ કહ્યું કે, “અમે કંઈ નથી કરી શકતા, જે કરવાનું છે તે સરકાર કરશે, પરંતુ સરકાર કંઈ નથી કરી રહી. શું સરકારને પોતાના જવાનોની કોઈ ચિંતા નથી.
આ પણ વાંચો :સચિન વાઝે સીધા જ પરમબીરસિંહને રિપોર્ટ કરતો હતો, જાણો મુંબઈ પોલીસ વડાએ પોતાના રિપોર્ટમાં બીજું શું કહ્યું?
લાપતા જવાન રાકેશના પરિવારજનોએ જણાવ્યું કે, સરકાર ઝડપથી કોઈ પગલા લે. સામાન્ય રીતે જવાન એક દિવસ પણ મોડો પડે તો તેની સામે કાર્યવાહી થાય છે. તો આ સરકારને જવાનની કોઈ ચિંતા નથી. જેથી તેઓ નક્સલીઓ પાસે છે તો સરકારની જવાબદારી છે તેમને છોડાવીને લાવવાની.
આ પણ વાંચો :આ શાહીનબાગ નથી તે સરકાર જાણી લે, રાકેશ ટિકૈતે આપી ચેતવણી, હું આજીવન આંદોલન કરવા તૈયાર
આ પણ વાંચો :આપણા સ્વાસ્થ્યની કાળજી આપણે જ રાખવી જોઇએ, સરેરાશ આયુષ્યમર્યાદા વધારવામાં પણ ગુજરાત સફળ