elaction/ ઇઝરાઇલમાં સરકાર બનાવવા માટે નેતન્યાહૂને આંમત્રણ

23 માર્ચના દિવસે યોજાયેલી ચૂંટણીમાં પણ કોઇપણ રાજકીય પાર્ટીને બહુમત મળી શકી નથી

World
izrayal ઇઝરાઇલમાં સરકાર બનાવવા માટે નેતન્યાહૂને આંમત્રણ

ઇઝરાઇલની ચૂંટણીમાં કોઇપણ પક્ષને બહુમતી મળી ન હતી. જેના લીધે રાજ્કીય સમીકરણો બદલાઇ ગયાં ઇઝરાઇલના રાષ્ટ્રપતિ રૃવન રિવલિનએ વિખરાયેલી સંસદનો કાર્યભાર વડાપ્રધાન બેજામીન નેતન્યાહૂને સોંપ્યો છે.

23 માર્ચના દિવસે યોજાયેલી ચૂંટણીમાં પણ કોઇપણ રાજકીય પાર્ટીને બહુમત મળી શકી નથી

ભષ્ટ્રાચારના આરોપમાં ઘેરાયેલા વડાપ્રધાન નેતન્યાહૂને ફરીએકવાર બહુમત પુરવાર કરવાનો મોકો મળ્યો. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ઇઝરાઇલની 120 સંસદમાં કોઇ પક્ષને બહુમતી મળી નથી, પરતું નેતન્યાહૂ પાસે થોડી સંભાવના વધારે છે.

વિમર્શ કર્યા બાદ વડાપ્રધાન નેતન્યાહૂને સરકાર બનાવવા માટે આંમત્રણ આપીએ છીએ અને તેમને આ સારો મોકો મળ્યો છે

તેમણે જાહેરાત કરતાં કહ્યું હતું ઘણાલોકો અવું માને છે કે નેતન્યાહૂ કાયદાની આંટીઘુટીમાં ફસાયા છે, તેથી બરાબર સેવા આવી શકશે નહીં. ઇઝરાઇલના 13 રાજકીય પાર્ટી સાથે વિચાર વિમર્શ કર્યા બાદ વડાપ્રધાન નેતન્યાહૂને સરકાર બનાવવા માટે આંમત્રણ આપીએ છીએ અને તેમને આ સારો મોકો મળ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષમાં ઇઝરાઇલમાં ચાર ચૂંટણીઓ યોજાઇ ગઇ છે. અને 23 માર્ચના દિવસે યોજાયેલી ચૂંટણીમાં પણ કોઇપણ રાજકીય પાર્ટીને બહુમત મળી શકી નથી.

રાષ્ટ્રપતિએ કહ્યું કે નવી સંસદ માટે જવાબદારી મોટી છે અને દેશમાં પાંચમી ચૂંટણી થતાં રોકવી જોઇએ.