Bollywood/ શશી કપૂરની પૌત્રી આલિયા કપૂરની સુંદરતા સામે પાણી ભરે છેે કરીના-કરીશ્મા, જુઓ Photos

બોલિવૂડનાં સ્ટાર કિડ્સ મોટાભાગે કોઈને કોઇ કારણસર ચર્ચામાં રહેતા હોય છે. સારા અલી ખાન, જાહ્નવી કપૂર અને અનન્યા પાંડેએ તેમની ફિલ્મ્સથી લોકોનું દિલ જીતી લીધું છે.

Entertainment
1 150 શશી કપૂરની પૌત્રી આલિયા કપૂરની સુંદરતા સામે પાણી ભરે છેે કરીના-કરીશ્મા, જુઓ Photos

બોલિવૂડનાં સ્ટાર કિડ્સ મોટાભાગે કોઈને કોઇ કારણસર ચર્ચામાં રહેતા હોય છે. સારા અલી ખાન, જાહ્નવી કપૂર અને અનન્યા પાંડેએ તેમની ફિલ્મ્સથી લોકોનું દિલ જીતી લીધું છે. બીજી તરફ, ચાહકો શનાયા કપૂર અને સુહાના ખાન જેવા સ્ટાર કિડ્સનાં બોલિવૂડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. પરંતુ અહીં એવી સ્ટાર કિડની વાત કરવામાં આવી છે જે બોલિવૂડ અને ગ્લેમરની દુનિયાથી દૂર છે. સુપરસ્ટાર શશી કપૂરની પૌત્રી આલિયા કપૂર ફિલ્મોમાં નથી પરંતુ તે તેની સુંદરતાનાં કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

Instagram will load in the frontend.

Movie Masala / જ્હોન અબ્રાહમની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’ નું શૂટિંગ શરૂ, સેટ પરથી ફોટો વાયરલ

કપૂર પરિવારે બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ આપ્યા જેમણે માત્ર ફિલ્મોમાં જ કામ નથી કર્યુ, તેમણે અભિનય દ્વારા દર્શકોને ખૂબ મનોરંજન પણ આપ્યું છે. જો તમે કપૂર પરિવારની યુવા પેઢી વિશે કહો તો રણબીર કપૂર, આદર જૈન સહિત ઘણા કલાકારો અહીંનાં ચાહકોનું દિલ જીતી રહ્યા છે. જો કે આમાં કેટલાક સભ્યો એવા પણ છે જે ફિલ્મ અને ગ્લેમર વર્લ્ડથી ઘણા દૂર છે. અહી શશી કપૂરની પૌત્રી આલિયા કપૂરનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. તેના પરિવારનાં અન્ય સભ્યોની જેમ આલિયા કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે.

Instagram will load in the frontend.

આ દિવસોમાં આલિયાનાં ફોટા મીડિયામાં ખૂબ ચર્ચામાં આવ્યા છે અને લોકો તેની તાજેતરની તસવીરો જોઇને તેના હોટ પર્સનાલિટીનાં વખાણ પણ કરી રહ્યા છે. આલિયા તેની સુંદરતા અને હોટ સ્ટાઇલને કારણે મીડિયામાં ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. આલિયા શશી કપૂરનાં પુત્ર કરણ કપૂરની પુત્રી છે અને તેના પિતાની જેમ ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી તે ખૂબ દૂર રહે છે. આલિયા કપૂરે તેના લૂક અને હોટનેસની દ્રષ્ટિએ સૈફ અલી ખાન, શાહરૂખ ખાન અને શ્રીદેવીની દીકરીઓને પણ માત આપી છે. આલિયાનાં પિતા કરણ કપૂર આજે પ્રખ્યાત ફોટોગ્રાફર છે પરંતુ એક સમયે તેમણે ફિલ્મોમાં પણ ભાગ્ય અજમાવ્યું હતું.

Instagram will load in the frontend.

Bollywood / શાહરૂખ ખાનની દીકરી સુહાનાએ કરી લેટેસ્ટ તસવીરો ડિલીટ, આ હોય શકે છે કારણ 

કરણ કપૂર અભિનયની આવડત અજમાવવા માંગતો હતો પરંતુ તે તેમાં નિષ્ફળ ગયો. કરણ કપૂરે લોરન કપૂર સાથે લગ્ન કર્યા હતા. આલિયા તેના માતા-પિતાની જેમ દેખાવમાં વિદેશી જ લાગે છે. સુંદર આલિયા કપૂર ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના જીવનની મીઠી પળોને શેર કરતી જોવા મળે છે. આલિયા ફિલ્મી દુનિયાથી ખૂબ જ દૂર છે અને તે પોતાની રીતે પોતાની જિંદગી જીવે છે. આલિયા કપૂર લંડનમાં પરિવાર સાથે રહે છે અને ત્યાં જ મોટી થઈ છે. આલિયાનો એક નાનો ભાઈ છે, જેનું નામ જૈક છે.

Instagram will load in the frontend.

આટલું જ નહીં આલિયાની તેની Cousin કરિશ્મા અને કરીના સાથે પણ સારી બોન્ડિંગ છે. તૈમૂરનો જન્મ થયો ત્યારે તેણે કરીનાનાં પટૌડી પેલેસમાં ઉજવણીમાં ભાગ લીધો હતો. આલિયા હંમેશાં તેના પરિવાર સાથે ફોટા શેર કરતી હોય છે. કપૂર પરિવારનાં તમામ ચિરાગ ઈન્ડસ્ટ્રીમાં નામ રોશન કરી જ ગયા છે. જો કે, શશી કપૂરનાં પુત્ર કરણ કપૂરને ક્યારેય ચાહકોનો ટેકો નથી મળ્યો અને તેની કારકિર્દી ફ્લોપ જ સાબિત થઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ