ટેલીવુડ/ શું‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’ માંથી સાઈડલાઈન થશે મોહનીશ ખાન ?

સિરિયલ ‘યે રિશ્તા કયા કહેલાતા હે’માં આ સપ્તાહમાં ટીવી એક્ટર કરણ કુન્દ્રાએ એન્ટ્રી કરી છે. કરણ કુન્દ્રાના આ સીરિયલમાં આવવાથી સિરિયલના રેટિંગ્સમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. કરણ કુન્દ્રાની એન્ટ્રી બાદ હવે તેના અને શિવાંગી જોષીના પાત્રો પર વધુ ફોકસ કરવાનું શો મેકર્સ દ્વારા નક્કી કરાયુ છે. આગામી દિવસોમાં દર્શકોને કરણ કુન્દ્રા અને શિવાની જોશી […]

Entertainment
Untitled 260 શું‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’ માંથી સાઈડલાઈન થશે મોહનીશ ખાન ?

સિરિયલ ‘યે રિશ્તા કયા કહેલાતા હે’માં આ સપ્તાહમાં ટીવી એક્ટર કરણ કુન્દ્રાએ એન્ટ્રી કરી છે. કરણ કુન્દ્રાના આ સીરિયલમાં આવવાથી સિરિયલના રેટિંગ્સમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. કરણ કુન્દ્રાની એન્ટ્રી બાદ હવે તેના અને શિવાંગી જોષીના પાત્રો પર વધુ ફોકસ કરવાનું શો મેકર્સ દ્વારા નક્કી કરાયુ છે. આગામી દિવસોમાં દર્શકોને કરણ કુન્દ્રા અને શિવાની જોશી વચ્ચેના રોમેન્ટિક સીન જોવા મળશે. આ તમામ બાબતો વચ્ચે મોહનીશ ખાન સાઈડ લાઈન થતા જોવા મળશે.

અનેક મીડિયા રિપોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં મેર્સ કરણ કુન્દ્રાના પાત્ર રણવીર ઉપર વધુ ફોકસ કરશે અને મોહનીશ ખાનને સાઈડ લાઈન કરશે. આવનારા દિવસોમાં દર્શક મોહનીશ ખાનને આ સીરિયલમાં ભાગ્યે જ જોઈ શકશે. કરણ કુન્દ્રા રાજન શાહીની આ ફિલ્મમાં રણવીરનું પાત્ર નિભાવી રહ્યો છે. જે સીરતનો પાસ્ટ રહી ચૂક્યો છે. સીરત અને રણવીર લગ્ન કરવાના હતા પરંતુ કશું થયું કે રણવીર લગ્નમંડપ સુધી પહોંચી શક્યો નહીં. સીરતે આ વાતને આજ સુધી નથી જાણી કે રણવીર લગ્નમંડપમાં શા માટે આવ્યો નહોતો. જોકે હવે ખૂબ જ ઝડપથી રણબીર અને સીરત એકબીજાની આમને-સામને આવશે અને સુરજના દિલમાં રણવીર માટે ફરીથી પ્રેમ જાગી ઊઠશે.

જોકે સીરીયલ ‘યે રિશ્તા કયા કહેલાતા હે’ મા ભલે કરણ કુન્દ્રા પર વધુ ફોકસ કરતા હોય પરંતુ કેટલીક ખબર એવી મળી શકે કરણ કુન્દ્રા વધુ સમય માટે આ સીરિયલમાં ટકશે નહીં. કરણએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમની ભૂમિકા ખૂબ નાની છે અને તે એક ઇરાદા સાથે કાર્તિકની જિંદગીમાં આવ્યો છે. જોકે હવે નાયરા કાર્તિક સાથે રોમાન્સ કરે છે કરણ કે રણવીર સાથે તે જોવું રહ્યું.