Not Set/ યુગાન્તર બાદ ઇસ્લામી દેશોમાં ફૂંકાઈ રહ્યો છે પરિવર્તનનો પવન….

ભારતમાં ધર્મ આધારિત રાજકારણ ખેલતી ગિરોહના કારણે આવા મુદ્દાઓ ગંભીર કોમવાદી સ્વરૂપ ધારણ કરે છે.

India Trending
azan 1 યુગાન્તર બાદ ઇસ્લામી દેશોમાં ફૂંકાઈ રહ્યો છે પરિવર્તનનો પવન....

@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક 

જગન્નાથ એટલે સમગ્ર જગતનો નાથ , તો જગન્નાથની નગરયાત્રા સમગ્ર જગતને છોડી ફક્ત ભારતમાં જ કેમ નીકળે છે? જેવો નિરર્થક સવાલ સોશ્યલ મીડિયાના એક ગ્રુપમાં એક મુસ્લિમ ભાઈ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. કે જેનો કોઈ મતલબ જ નથી સિવાય કે, અન્ય ધર્મ વિરોધનો દ્વેષ …અરે ભાઈ હિંદુઓને મન અગર તેઓ જગતના નાથ છે…તો છે ..તમને શું વાંધો છે? તેનાથી તમારા ધર્મ પર કોઈ વિપરીત અસર થોડી પડવાની છે..અને આ માનસિકતાએ જ આજે ભારતમાં સેક્યુલર અને સ્યુડો સેક્યુલરવાદ ને બઢાવો આપવામાં મદદ કરી છે, ધર્મ તેથી જ રાજનીતિ નું હાથવગું હથિયાર બની ચૂક્યું છે..બાકી હકીકત તે છે કે, કોઈપણ ધર્મ અન્ય ધર્મને સન્માન આપવાનું શીખવે અને તે જ ધર્માચરણ છે..નહીં કે અન્ય ધર્મના આસ્થના પ્રતીકો માટે એલફેલ બોલી ઝેર ઓકવાનું શીખવે..અહીં કોઈ ધર્મ ને નહીં બલ્કે વ્યક્તિની માનસિકતાનો વિરોધ કરવાની વાત છે.

rina brahmbhatt1 યુગાન્તર બાદ ઇસ્લામી દેશોમાં ફૂંકાઈ રહ્યો છે પરિવર્તનનો પવન....

અને આ જ માનસિકતા કોઈપણ ધર્મ, સમ્પ્રદાય કે ફિરકાના લોકોના વિકાસની આડે આવે છે. આ દિવા જેવી ચોખ્ખી વાત છે. કોઈની માનસિકતાનો વિરોધ ખુલ્લેઆમ હોય , કોઈ ધર્મનો વિરોધ હોય તે વ્યક્તિ નાસ્તિક જ હોવાની સંભવના છે. જો, કે અહીં આ ચર્ચા કરવાનો મુખ્ય હેતુ તે છે કે, યુગાન્તર બાદ કેટલાક ઇસ્લામી દેશોમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. રૂઢિવાદી માનસિકતામાં બદલાવ આવી રહ્યો છે.. જી, હા ઇસ્લામી દેશોમાં મહત્વના દેશ ગણાતા સાઉદી અરબમાં આમ તો છેક 2015 થી ધીમી પણ મક્કમ ગતિએ બદલાવના પગરણ મંડાયા છે, પરંતુ હાલની જ વાત કરીયે અને તેમાં સૌથી તાઝો અને ઉલ્લેખનીય બદલાવ જોઈએ તો,

azan યુગાન્તર બાદ ઇસ્લામી દેશોમાં ફૂંકાઈ રહ્યો છે પરિવર્તનનો પવન....

સાઉદી અરબની વિભિન્ન મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડ સ્પીકરમાં અજાનના સમયે ઊંચી અવાજમાં લગાવવામાં આવતી અવાજ પર કેટલીક શર્તો અને પાબંદીઓ લગાવવામાં આવી છે. અન્યથા એક વહાબી વિચારધારા ધરાવતા દેશમાં આવી પાબંદી લગાવવી તે એક યુગાંતરકારી ઘટના છે.

Recounting the saga of Azaan down in ages - The Statesman
વિશેષમાં આ મુદ્દે , ઇસ્લામિક મામલાના મંત્રી ડોક્ટર અબ્દુલ લતીફ બીન અબ્દુલ્લા અજીજ અલ શેખે તેમના આદેશમાં લખ્યું છે કે, લાઉડ સ્પીકરનો ઉપયોગ ફક્ત નમાજીઓને અજાન માટે લોકોને બોલાવવા માટે જ કરવામાં આવે. અને તેની અવાજ સ્પીકરની અધિકતમ અવાજની 1/3 થી વધારે ન હોય. અને વધુમાં તેમણે તેમ પણ લખ્યું કે, આ આદેશને ન માનનારાઓ વિરુદ્ધ પ્રશાશન કડક કાર્યવાહી કરશે. તેમજ શરિયત અને મોહમ્મદ પયગમ્બર ની હિદાયતોનો હવાલો આપતા તેમણે આગળ જણાવ્યું કે, દરેક માણસ ચુપચાપ તેના રબને પોકારી રહ્યો છે. જેથી કરીને બીજાને પરેશાન કરવાની જરૂર નથી. અને ના તો પાઠ કે પ્રાર્થનામાં બીજાની અવાજ પર અવાજ ઉઠાવવો જોઈએ.

સાઉદી પ્રશાસને તેના આદેશમાં તર્ક આપ્યો છે કે, ઇમામ નમાજ શરુ કરવાના છે,તેની ખબર મસ્જિદમાં હાજર લોકોને થવી જોઈએ નહીં કે, પડોસના ઘરમાં રહેનારા લોકોને બલ્કી આ કુરાન શરીફનું અપમાન છે. કે, તમે તેને લાઉડ સ્પીકર પર ચલાવો છો અને કોઈ તેને સાંભળવા ઈચ્છે કે ન પણ ઈચ્છે. કેમ કે, આના કારણે કેટલાય વૃધ્ધો, બીમાર, બાળકોને અનિંદ્રા, અને અવસાદ જેવી તકલીફો થાય છે. બાળકોને અભ્યાસમાં ખલેલ પહોંચે. શિફ્ટમાં કામ કરનારા લોકોને આરામ ન મળે..જેવી સમસ્યાઓ સર્જાય છે.

જો, કે સાઉદી અરબ માં આ બદલાવની બયાર 2015 માં મહિલાઓને મતદાનનો અધિકાર આપવાથી શરૂ થઈ હતી . જેના પગલે આખી દુનિયા માં તેની પ્રશંશા થઇ હતી. તેમજ 2018 માં મહિલાઓને કાર ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. તે સિવાય મહિલાઓને એકલા યાત્રા કરવાની પરવાનગી, પરિધાનમાં પણ છૂટ છાટ જેવા અનેક સુધારા અપનાવ્યા છે. તેમછતાં ત્યાંના સ્થાનિક મુસ્લિમ બંધુઓએ તેવો કોઇ વિરોધ નોંધાવ્યો નથી..યથા રાજા તથા પ્રજા..

જયારે કે ભારતમાં ધર્મ આધારિત રાજકારણ ખેલતી ગિરોહના કારણે આવા મુદ્દાઓ ગંભીર કોમવાદી સમસ્યાનું સ્વરૂપ ધારણ કરે છે. અને કહેવાતા સ્યુડો સેક્યુલારિસ્ટો અને ઉદરવાદનો ઝંડો લઈને ફરતા લોકો પણ આમ સામેલ થઇ જાય છે. થોડા વર્ષો અગાઉ સોનુ નિગમ સાથે આમ જ બન્યું હતું. અને તેને ઘણી ધાક-ધમકીઓ આપવામાં આવી હતી.. આવી ઘટનાઓ આતંકવાદીઓને ફાંસી આપવાના પગલાં સામે પણ બડી બેશરમીપૂર્ણ રીતે બને છે. કથિત બૌદ્ધિકો તેમાં તેમની શાન સમજે છે .. અને સહીઓ કરી અરજીઓ કરે રાખતા હોય છે..

ત્યાં આવા ઉદારવાદી પગલાંઓની અપેક્ષા ક્યાંથી રાખી શકાય? વળી લોકોની આ માનસિકતાને કારણે જ અહીં મજહબી રોટલા શેકવાનો ખેલ દરેક
પાર્ટીના મુખ્ય એજન્ડામાં સામેલ હોય છે. સમજવાનું ફક્ત મુસ્લિમોએ છે તેવું પણ નથી. હિન્દૂ-મુસ્લિમોએ તેમ દરેક એક બીજાના ધર્મને આદર આપવો જોઈએ.. કેમકે, આમ પણ કોઈપણ ધર્મને નીચો દેખાડવાથી કોઈ તેવો ફાયદો થતો નથી. સિવાય કે, કોમવાદી વૈમનસ્ય વધવું…બાકી પરિવર્તન તે સમયની માંગ હોય છે. જે દેશ કે પ્રજા સમય સાથે તાલ મિલાવીને ચાલે તેઓ જ વિકાસ ને મ્હાલી શકે છે..