Not Set/ બ્રાવોની ઘાતક બોલિંગ અને પોલાર્ડની તોફાની બેટિંગનાં દમ પર વિન્ડિઝે દ.આફ્રિકાને હરાવ્યું

વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ચૌથી ટી-20 મેચમાં વિન્ડિઝનાં કેપ્ટન પોલાર્ડે શાનદાર અડધી સદી અને ડ્વેન બ્રાવોની શાનદાર બોલિંગનાં દમ પર મેચ પોતાના નામે કરી દીધી છે.

Sports
11 62 બ્રાવોની ઘાતક બોલિંગ અને પોલાર્ડની તોફાની બેટિંગનાં દમ પર વિન્ડિઝે દ.આફ્રિકાને હરાવ્યું

વેસ્ટ ઈન્ડીઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ચૌથી ટી-20 મેચમાં વિન્ડિઝનાં કેપ્ટન પોલાર્ડે શાનદાર અડધી સદી અને ડ્વેન બ્રાવોની શાનદાર બોલિંગનાં દમ પર મેચ પોતાના નામે કરી દીધી છે. જે બાદ પાંચ મેચની સીરીઝમાં 2-2 ની બરોબર થઇ ગઇ છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો હતો અને વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બેટિંગ કરતા પોલાર્ડે 25 બોલમાં બે ચોક્કા અને પાંચ છક્કાની મદદથી અણનમ 51 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 167 રન બનાવ્યા હતા.

11 64 બ્રાવોની ઘાતક બોલિંગ અને પોલાર્ડની તોફાની બેટિંગનાં દમ પર વિન્ડિઝે દ.આફ્રિકાને હરાવ્યું

સસ્પેન્ડ / આઇસીસી એ મેચ ફિક્સિંગ મામલે યુએઇ ટીમના બે ખેલાડીઓને આઠ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

વેસ્ટ ઈન્ડીઝનાં કેપ્ટન કિરોન પોલાર્ડની ધમારેદાર બેટિંગ અને ડ્વેન બ્રાવોની શાનદાર બોલિંગની મદદથી વેસ્ટ ઈન્ડિઝને દક્ષિણ આફ્રિકા સામે ચોથી ટી-20 મેચ અદભૂત રીતે જીતવામાં મદદ મળી છે. કેપ્ટન કિરોન પોલાર્ડે તેની ટીમ માટે અણનમ 51 રન ફટકાર્યા હહતા, જ્યારે ડ્વેન બ્રાવોએ ચાર બેટ્સમેનને ફક્ત 19 રન આપીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ સાથે હવે પાંચ ટી-20 મેચની સીરીઝ 2-2 થી બરોબર પર આવી ગઈ છે. અત્યાર સુધી બંને ટીમો ચારમાંથી 2-2 મેચ જીતી ચૂકી છે. હવે સીરીઝનો નિર્ણય અંતિમ એટલે કે પાંચમી ટી-20 મેચમાં લેવામાં આવશે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો હતો અને વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બેટિંગ કરતા કિરોન પોલાર્ડની 25 બોલમાં બે ચોક્કા અને પાંચ છક્કા સાથે અણનમ 51 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 167 રન બનાવ્યા હતા.

ક્રિકેટ સમાચાર / લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ હવે દર્શકોથી હશે ખચોખચ, 100 ટકા દર્શકોને મળશે પ્રવેશ

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી, દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 146 રન જ બનાવી શકી હતી. જણાવી દઇએ કે, દક્ષિણ આફ્રિકાનાં ક્વિન્ટન ડી કોકનાં 43 બોલ પર છ ચોક્કા અને બે છક્કાની મદદથી 60 રન બનાવ્યા હતા. ડી કોકની તોફાની બેટિંગ પણ દક્ષિણ આફ્રિકાને હારથી બચાવી શકી નહોતી. ડ્વેન બ્રાવો ઉપરાંત આન્દ્રે રસેલે બે વિકેટ ઝડપી હતી જ્યારે ક્રિસ ગેલ, ઓબેડ મૈકોય અને કેપ્ટન કિરોન પોલાર્ડને એક-એક વિકેટ મળી હતી. દક્ષિણ આફ્રિકાની ઇનિંગમાં ડી કોક ઉપરાંત એડન માર્કરામે 20 અને ડેવિડ મિલરે 12 રન બનાવ્યા હતા. જ્યારે કેગીસો રબાડા 16 રને અણનમ રહ્યો હતો.

11 63 બ્રાવોની ઘાતક બોલિંગ અને પોલાર્ડની તોફાની બેટિંગનાં દમ પર વિન્ડિઝે દ.આફ્રિકાને હરાવ્યું

ક્રિકેટ સમાચાર / રોહિત શર્માએ વેચી પોતાની Property, કિંમત જાણશો તો ચોંકી જશો

આ પહેલા લેન્ડલ સિમોન્સ વિન્ડિઝની ઇનિંગ દરમ્યાન 47 રન બનાવ્યા હતા અને ફેબિયન એલન 13 બોલમાં બે ચોક્કા અને એક છક્કાની મદદથી 19 રન બનાવીને અણનમ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી જ્યોર્જ લિન્ડે અને તબરેઝ શમસીએ બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે એનરિચ નોર્ટેજે અને રબાડાએ એક-એક વિકેટ મેળવી હતી. આ મેદાન પર બંને ટીમો વચ્ચે સીરીઝની ફાઇનલ અને નિર્ણાયક મેચ 3 જુલાઈએ રમાશે.