સફળતા/ Nykaa નાં લિસ્ટિંગ સાથે ફાલ્ગુની નાયર દેશ અને દુનિયાની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સામેલ

Nykaa એ બુધવારે શેરબજારમાં તેની શરૂઆત કરી હતી, Nykaa નાં માલિક ફાલ્ગુની નાયરને વિશ્વનાં સૌથી ધનિક લોકોની લીગમાં જોડાવામાં લાંબો સમય લાગ્યો નહી.

Business
ફાલ્ગુની નાયર

ફાલ્ગુની નાયર હવે દેશમાં જાણીતું નામ બની ગયું છે. તેમની નેટવર્થ વધીને 7.48 અબજ ડોલર થઈ ગઈ છે. ફાલ્ગુની નાયર દેશની સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા બની ગયા છે. તેમની કંપનીમાં 47% મહિલા કર્મચારીઓ છે. માર્કેટ કેપનાં આધારે Nykaa દેશની 53મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે.

Nykaa IPO

આ પણ વાંચો – Share Market / બ્યુટી પ્રોડક્ટ્સનું વેચાણ કરતી સ્ટાર્ટઅપ કંપની Nykaa એ શેર બજારમાં કરી દમદાર Entry

આપને જણાવી દઇએ કે, Nykaa એ બુધવારે શેરબજારમાં તેની શરૂઆત કરી હતી, Nykaa નાં માલિક ફાલ્ગુની નાયરને વિશ્વનાં સૌથી ધનિક લોકોની લીગમાં જોડાવામાં લાંબો સમય લાગ્યો નહી. જણાવી દઇએ કે, કંપનીને Nykaa નાં IPO ની સફળતાનો લાભ તો મળી રહ્યો છે, પરંતુ તેના પ્રમોટર ફાલ્ગુની નાયરને પણ ચારે બાજુથી પ્રશંસા મળી રહી છે. Nykaa પાસે એક સરસ સૂચિ છે, તે FSN ઇ-કોમર્સ વેન્ચર્સ લિમિટેડની મુખ્ય કંપની છે. નાયકા બ્યુટી પ્રોડક્ટ્સ બનાવે છે. IPOમાં લિસ્ટિંગ થયા બાદ તે સારો પ્રતિસાદ આપી રહી છે. આપને જણાવી દઈએ કે, શેરબજારે Nykaa નાં IPOનું જોરદાર સ્વાગત કર્યું છે અને આ જ કારણ છે કે Nykaa નાં લિસ્ટિંગ સાથે કંપનીની સંસ્થાપક ફાલ્ગુની નાયર દેશ અને દુનિયાની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

Nykaa IPO

જણાવી દઈએ કે લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં લગભગ 90 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ફાલ્ગુની નાયર અને તેમનો પરિવાર ટ્રસ્ટ કંપનીમાં 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ફાલ્ગુની નાયર અને તેમના પરિવારની સામૂહિક સંપત્તિ વધીને રૂ. 54,831 કરોડ (લગભગ $7.48 અબજ) થઈ ગઈ છે. જણાવી દઈએ કે, IPOનાં આગમન પહેલા ફાલ્ગુની અને તેમના પરિવારની કુલ સંપત્તિ 27,962 કરોડ રૂપિયા હતી. Nykaa નાં પ્રમોટર્સમાં ફાલ્ગુની નાયરનો ફેમિલી ટ્રસ્ટ, પતિ સંજય નાયરનો ફેમિલી ટ્રસ્ટ, પુત્ર, પુત્રી અને માતા રશ્મિ મહેતાનો ટ્રસ્ટ સામેલ છે. IPO બાદ ફેમિલી ટ્રસ્ટનો હિસ્સો ઘટીને 22.04 ટકા પર આવી ગયો છે.

Nykaa IPO

આ પણ વાંચો – ભાવ વધારો / શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ આસમાને, રાજસ્થાનનાં ખેડૂતો પંજાબમાંથી પૂરાવી રહ્યા છે પેટ્રોલ-ડીઝલ

ફાલ્ગુની નાયરની સંપત્તિનાં લિસ્ટિંગ સાથે તે $6.5 અબજનાં સ્તરે પહોંચી ગઈ છે. Nykaa ની શરૂઆત 2012 માં ફાલ્ગુની નાયર દ્વારા કરવામાં આવી હતી, જે ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 31 ઓગસ્ટ 2021 સુધીમાં Nykaaની એપને મોબાઈલ પર 5.58 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. Nykaaએ FY21માં રૂ. 61.9 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. વળી, નાણાકીય વર્ષ 2020 માં, કંપનીએ 16.3 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી હતી. કંપનીએ વર્ષ 2014માં તેનો પ્રથમ ભૌતિક સ્ટોર શરૂ કર્યો હતો. માહિતી અનુસાર, 31 ઓગસ્ટ 2021 સુધીમાં, દેશભરનાં 40 શહેરોમાં 80 ફિઝિકલ સ્ટોર્સ હતા.