Not Set/ ત્રણ રાજ્યોમાં શાળાઓ ખુલવાની શરૂઆત, કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન

છેલ્લા લગભગ 2 વર્ષથી કોરોનાવાયરસ નામની મહામારીએ સમગ્ર વિશ્વને તેના ભરડામાં લઇ લીધુ છે. આ મહામારીએ દુનિયાભરનાં લાખો લોકોનો જીવ લીધો છે. કરોડો ફેમિલીને એક મોટી ત્રાસદી આપી છે.

Top Stories India
કોવિડ
  • આજથી ત્રણ રાજ્યોમાં શાળા ખુલવાની શરૂઆત
  • પંજાબ,ઉત્તરાખંડ,ઝારખંડમાં ખુલી શાળા
  • કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાશે
  • પંજાબમાં પ્રાયમરીથી માંડી તમામ વર્ગો શરૂ કરાયા
  • શાળામાં ઓફલાઇન વર્ગો શરૂ કરાયા
  • વિદ્યાર્થીને શાળાએ મોકલવા વાલીનું સંમતિપત્રક જરૂરી

છેલ્લા લગભગ 2 વર્ષથી કોરોનાવાયરસ નામની મહામારીએ સમગ્ર વિશ્વને તેના ભરડામાં લઇ લીધુ છે. આ મહામારીએ દુનિયાભરનાં લાખો લોકોનો જીવ લીધો છે. કરોડો ફેમિલીને એક મોટી ત્રાસદી આપી છે. ત્યારે ભારતમાં પણ આ વાયરસનો કહેર ઓછો રહ્યો નથી. જો કે તાજેતરમાં દેશમાં કોરોનોનાં દૈનિક કેસો ઓછા સામે આવી રહ્યા છે. ત્યારે હવે દેશનાં ત્રણ રાજ્યોએ બંધ રહેલી શાળાઓને હવે ખોલવાની શરૂઆત કરી છે.

11 37 ત્રણ રાજ્યોમાં શાળાઓ ખુલવાની શરૂઆત, કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન

આ પણ વાંચો – ફ્રેન્ડશીપ ડે /  હમેશા પોતાના દિલમાં વસી ગયેલા અપ્પુને  જીવંત રાખવા માટે ચંદુભાઈએ કર્યું કાઈ એવું કે….

કોરોનાની ત્રીજી લહેરનાં સંભવિત ખતરા પહેલા, પંજાબ સરકારે આજે એટલે કે સોમવારથી તમામ વર્ગની શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે. પંજાબ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે જ્યાં તમામ વર્ગની શાળાઓ ખોલવામાં આવી છે. પંજાબે અગાઉ 26 મી જુલાઇએ ધોરણ 10 થી ધોરણ 12 સુધીની શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો હતો. ઉત્તરાખંડમાં આજથી 9 થી 12 સુધીની શાળાઓ ખુલશે. વળી, 6 થી 8 ની શાળાઓ 16 ઓગસ્ટથી ખોલવામાં આવશે. હિમાચલમાં પણ સોમવારથી ધોરણ 9 થી 12 સુધીની શાળાઓ ખુલી રહી છે. જો કે, જમ્મુ અને કાશ્મીરમાં વિદ્યાર્થીઓ માટે શાળાઓ અને કોલેજો બંધ રહેશે.

11 38 ત્રણ રાજ્યોમાં શાળાઓ ખુલવાની શરૂઆત, કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન

આ પણ વાંચો – રાજકારણ / મનસુખ માંડવિયાનો રાહુલને જવાબ- રસીની અછત નથી, તમારી પાસે પરિપક્વતાનો અભાવ છે

પંજાબનાં શિક્ષણ મંત્રી વિજય ઈન્દર સિંગલાએ કહ્યું કે, શાળામાં ફક્ત તે જ શિક્ષકો અને સ્ટાફને પ્રવેશ મળશે જેમણે વેક્સિનનાં બંને ડોઝ લીધા છે. આ આદેશો સરકારી અને બિન સરકારી બંને શાળાઓ માટે છે. તેમજ વાલીઓની લેખિત સંમતિ વિના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. વળી, ઉત્તરાખંડમાં 9 થી 12 ધોરણનાં વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવશે. શિક્ષણ સચીવે નિર્દેશ આપ્યો છે કે, બોર્ડિંગ અને ડે-બોર્ડિંગ સ્કૂલોમાં રહેણાંક પરિસરમાં રહેતા વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફને 48 કલાક અગાઉ આરટીપીસીઆર રિપોર્ટ રજૂ કરવાની જરૂર રહેશે. તે પછી જ તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં પણ, ધોરણ 10, 11 અને 12 નાં વિદ્યાર્થીઓ માટે સોમવારથી નિયમિત વર્ગો યોજાશે. ધોરણ 5 થી 8 નાં બાળકો શિક્ષકોની સલાહ લેવા શાળામાં આવી શકશે.