Ahmedabad/ હનીમૂન પર ગયેલી પત્નીને જાણ થઇ કે પતિ છે નામર્દ, પછી..

અમદાવાદના હાંસોલમાં લગ્ન કરીને સાસરીમાં આવેલી પરિણીતાનો પતિ સુહાગરાતે જ પત્નીથી દૂર રહ્યો હતો. લગ્ન બાદ સતત દૂર રહેતા પતિ અંગે પરિણીતા સતત વિચાર કરતી હતી.

Ahmedabad Gujarat
a 355 હનીમૂન પર ગયેલી પત્નીને જાણ થઇ કે પતિ છે નામર્દ, પછી..

વર્ષોથી લગ્ન બાદ છોકરો અને છોકરી વૈવાહિક સંબંધથી બંધાતા હોય છે અને પોતાનું જીવન આગળ ધપાવતા હોય છે, પરંતુ લગ્ન બાદ અચાનક જ ખબર પડે કે પોતાનો પતિ નામર્દ છે, ત્યારે પત્ની પણ દુખી થતી હોય છે, ત્યારે આ પ્રકારની એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે.

આ ઘટના પર નજર કરીએ તો, અમદાવાદના હાંસોલમાં લગ્ન કરીને સાસરીમાં આવેલી પરિણીતાનો પતિ સુહાગરાતે જ પત્નીથી દૂર રહ્યો હતો. લગ્ન બાદ સતત દૂર રહેતા પતિ અંગે પરિણીતા સતત વિચાર કરતી હતી. આ દરમિયાન દંપતી હનીમૂન માટે થાઇલેન્ડના ફુકેત ખાતે ગયું હતું. જ્યાં પતિ નામર્દ હોવાની જાણ પત્નીને થઈ હતી. પત્નીએ પતિને શારીરીક તપાસ કરાવવા માટે સલાહ આપી હતી.

જો કે ત્યારબાદ પતિએ જ પત્નીને જણાવ્યું હતું કે, પોતે બાળપણમાં બાલ્કનીમાંથી પડી ગયો ત્યારે ગુપ્તભાગે ઈજા થઈ હોવાથી ઓપરેશન કરાવ્યું હતું. જે બાદ નપુંસકતા આવી ગઈ હતી. ત્યારે હવે આ મામલે પત્નીએ પોતાના સાસુ,સસરા અને પતિ વિરુદ્ધ વિશ્વાસઘાત સહિતની કલમો મુજબ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

આ પણ વાંચો : થરાદ કેનાલમાંથી હાથ બાંધેલી હાલત મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા

આ પણ વાંચો : હાઈવે પર ઓવરસ્પીડ પર બાઇક ચલાવવું યુવકને પડ્યું ભારે, થયું કરુણ મોત

આ પણ વાંચો :ગોઝારો મંગળવાર: ગુજરાતમાં અલગ અલગ અકસ્માતમાં 5 લોકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો :કલોલમાં રહસ્યમય વિસ્ફોટમાં બે મકાનો થયા ધરાશાયી, એકનું મોત

આ પણ વાંચો : કિરણ હોસ્પિટલની ઘોર બેદરકારી, બે વર્ષની માસુમ બાળકીને ગુમાવવો પડ્યો જીવ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…