Not Set/ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતી આ મહિલા, આ રીતે ચલાવે છે ગુજરાન

આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતી આ મહિલા, આ રીતે ચલાવે છે ગુજરાન

Top Stories Gujarat Others
tukkal 3 આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતી આ મહિલા, આ રીતે ચલાવે છે ગુજરાન

@કૌશિક છાયા, કચ્છ

આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહી છે ત્યારે ભુજમાં મહિલાઓ છકડો રીક્ષા ચલાવી પરિવારની જવાબદારી સંભાળે છે, તાલીમ મેળવ્યા બાદ છેલ્લા દોઢ બે વર્ષથી ભુજમાં મહિલાઓ ઓટો રિક્ષા ચલાવે છે અને મહિને 10 થી 15 હજારની આવક ઉભી કરે છે.

કચ્છના પાટનગર ભુજના માર્ગો પર સડસડાટ દોડતી રિક્ષાઓ અને છકડાઓ વચ્ચે સફેદ કલરના હુડવાળી રીક્ષા જોવા મળે તો સમજવું કે , આ રિક્ષાને કોઈ યુવતી ચલાવી રહી છે.સાડા ત્રણ માસની તાલીમ મેળવ્યા બાદ ભૂજ ના માર્ગો પર બિન્દાસ્ત રીતે પેસેન્જરોની હેરફેર કરતી આ મહિલાઓને રીક્ષા ચલાવવાનો શોખ પણ છે અને સાથે સાથે પોતાના પરિવારની ભરણપોષણ ની જવાબદારી પણ છે.

tukkal 4 આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતી આ મહિલા, આ રીતે ચલાવે છે ગુજરાન

કચ્છની મહિલાઓમાં પણ હવે શિક્ષણ તેમજ કારકિર્દી ક્ષેત્રે સભાન બનીને આગળ વધવાની તાલાવેલી જોવા મળી રહી છે બીજી તરફ , ઘરની જવાબદારી પણ હોય છે.ભુજના પરમાર ચાંદની ભરતભાઇ છેલ્લા બે વર્ષથી ભુજના માર્ગો પર સડસડાટ છકડો રીક્ષા ચલાવે છે ખાસ કરીને મહિલા પેસેન્જરની જ હેરફેર કરવામાં આવે છે.ચાંદનીએ જણાવ્યું કે , અમદાવાદમાં તાલીમ મેળવ્યા બાદ ક્ચ્છ મહિલા વિકાસ સંગઠનના સહયોગથી છકડો લીધો છે,શરૂઆતમાં પરિવારના લોકો વિરોધ કરતા હવે સ્પોર્ટ પણ કરે છે, દર મહિને 10 થી 15 હજારની આવક ઉભી થાય છે.

આજે મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે ત્યારે ભુજમાં પણ મહિલાઓએ એક કદમ આગળ વધાર્યું છે મહિલા રીક્ષા ચલાવી રહી છે જેને કારણે મહિલા પેસેન્જરોને પણ મુસાફરી વખતે કોઈ ડર જેવું રહેતું નથી.

ક્ચ્છ મહિલા વિકાસ સંગઠનના શબાના પઠાણે જણાવ્યું કે,તેઓ ભુજના જુદા જુદા વિસ્તારમાં કિશોરી કેન્દ્રનું સંચાલન કરે છે. જ્યાં તાલીમ પણ અપાય છે,દીકરીઓને યુનિક તાલીમ આપવાનો વિચાર આવ્યો જેથી છકડા ડ્રાઇવિંગ શીખવાડ્યું દીકરીઓ તો રાજી થઈ પણ પરિવાર દ્વારા આનાકાની કરતી હતી જેથી વાલીને મનાવ્યાં બાદમાં 7 દીકરીઓને તાલીમ આપી હમણાં પાંચ દીકરીઓને તાલીમ આપી છે. જે સમાજ પહેલા વિરોધ કરતો હતો તે આજે દીકરીઓ પર ગર્વ ફિલ કરે છે જે સિદ્ધિ છે.

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…