દિલ્હી/ દેશની રાજધાનીમાં મહિલાઓ નથી સુરક્ષિત, જુઓ આ રહ્યુ તાજુ ઉદાહરણ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનાં શાલીમાર બાગ વિસ્તારમાં એક મહિલાને નિર્દય રીતે માર મારવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. આ મામલે અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

Top Stories India
1 2021 12 01T080152.516 દેશની રાજધાનીમાં મહિલાઓ નથી સુરક્ષિત, જુઓ આ રહ્યુ તાજુ ઉદાહરણ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનાં શાલીમાર બાગ વિસ્તારમાં એક મહિલાને નિર્દય રીતે માર મારવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. આ મામલે અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. વળી, કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે, મહિલાએ આ માટે સ્થાનિક ધારાસભ્ય પર આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો – IPL 2022 / Retain કરવામાં આવેલા ખેલાડીઓની યાદી જાહેર, MI અને CSK એ રીટેન્શનમાં મારી બાજી

અહેવાલો અનુસાર, મહિલાએ શાલીમાર બાગનાં આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય વંદના કુમારી પર તેની મારપીટ કરવા માટે ગુંડાઓ મોકલવાનો આરોપ લગાવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં પણ આ વાતનો ઉલ્લેખ છે, પરંતુ FIR માં ધારાસભ્યનાં નામનો ઉલ્લેખ નથી. આ મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસે આ કેસમાં બે મહિલાઓની ધરપકડ કરી છે, જ્યારે અન્યની શોધ ચાલુ છે. જે ઘટના સામે આવી છે તે CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કાર આવીને રોકે છે, જેમાંથી બે યુવતીઓ બહાર આવે છે. થોડી જ વારમાં ત્યાં કેટલાક લોકો આવે છે, જેઓ છોકરીઓ સાથે ગેરવર્તન અને મારપીટ કરવા લાગે છે. આ પછી, કારમાં ડ્રાઇવિંગ સીટ પરથી એક મહિલા તેને બચાવવા માટે બહાર આવે છે. પરંતુ હુમલાખોરોએ મહિલાને ખૂબ માર માર્યો હતો. તેઓ મહિલાને લાકડીઓ વડે મારતા જોઈ શકાય છે. જે બાદ તેઓ સ્થળ પરથી ભાગી જાય છે.

https://twitter.com/ANI/status/1465834833175711746?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1465834833175711746%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.timesnowhindi.com%2Fcrime%2Farticle%2Fdelhi-group-of-persons-beat-up-woman-with-sticks-in-residential-colony-incident-captured-in-cctv%2F375099

આ ઘટના 19 નવેમ્બર, 2021 (શુક્રવાર) નાં રોજ રાત્રે લગભગ 10 વાગ્યે બની હતી. ખરાબ રીતે ઘાયલ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ મહિલાએ પહેલા CCTV ફૂટેજ કઠાવ્યા અને પછી પોલીસને આ અંગે ફરિયાદ કરી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.