Not Set/ ફાટેલા જીન્સ પછી હવે શોર્ટ્સ પર તીરથ વાણી, ઉત્તરાખંડના સીએમએ સંભળાવ્યો રસપ્રદ કિસ્સો

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત અચાનક સીએમ બનવાથી માંડીને મહિલાઓના કપડા પર તેમના નિવેદનને લઇને ચર્ચાઓમાં રહ્યા છે. તેમના જીન્સ અંગેના નિવેદનનો સોશિયલ મીડિયા પર રાજકારણીઓથી લઇને ફિલ્મના કલાકારો સુધી ચોમેરથી વિરોધ થઇ રહ્યો છે. પરંતુ તીરથ છે કે માનતા નથી. તેમણે વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે મહિલાઓના શોર્ટ્સનો વારો કાઢ્યો […]

Top Stories India
54e67506b20f5442f018d88dc44eb319 ફાટેલા જીન્સ પછી હવે શોર્ટ્સ પર તીરથ વાણી, ઉત્તરાખંડના સીએમએ સંભળાવ્યો રસપ્રદ કિસ્સો

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત અચાનક સીએમ બનવાથી માંડીને મહિલાઓના કપડા પર તેમના નિવેદનને લઇને ચર્ચાઓમાં રહ્યા છે. તેમના જીન્સ અંગેના નિવેદનનો સોશિયલ મીડિયા પર રાજકારણીઓથી લઇને ફિલ્મના કલાકારો સુધી ચોમેરથી વિરોધ થઇ રહ્યો છે. પરંતુ તીરથ છે કે માનતા નથી. તેમણે વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે મહિલાઓના શોર્ટ્સનો વારો કાઢ્યો છે.

ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહ રાવતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કૉલેજનો કિસ્સો સંભળાવી રહ્યા છે અને છાત્રાના શોર્ટ્સ પહેરવા પર સવાલો ઉભા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તીરથ સિંહ રાવત કહે છે કે, હું શ્રીનગરમાં ભણતો હતો ત્યારે ચંદીગઢથી આવેલી છોકરી જે મુળ તો ઉત્તરાખંડની હતી પરંતુ ચંદીગઢથી આવી હતી. તમે તેને શું કહો છો કટ…’

રાવતે કહ્યું, “…તેનો કંઇક એવો મજાક બન્યો, કારણ કે બધા છોકરા તેની પાછળ ભાગી રહ્યા હતા. યૂનિવર્સિટીમાં ભણવા આવ્યા છો…કે અંગ પ્રદર્શન કરવા..શું થશે’’.

તીરથ સિંહ રાવતનું આ નિવેદન સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ રહ્યું છે, ફાટેલા જીન્સવાળા નિવેદનની સાથે જ આ નિવેદનની પણ ટિકા થઇ રહી છે. જો કે આ વીડિયો ક્યારનો છે તે હજુ સ્પષ્ટ નથી.

મહત્વનું છે કે ગત દિવસોમાં તીરથ સિંહ રાવતનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે વિમાનનો એક કિસ્સો સંભળાવી રહ્યા છે જેમાં એક મહિલાએ ફાટેલું જીન્સ પહેર્યું હતું. સમાજમાં આનાથી ખરાબ સંસ્કાર પડે છે. રાવતના આ વીડિયો પર ચોમેરથી તેમની ટીકા થઇ રહી છે. રાજ્યસભા સાંસદ જયા બચ્ચન,  ટીએમસી સાંસદ મહુઆ મોહિત્રા, શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, દિલ્હી મહિલા આયોગના સ્વાતિ માલીવાલે આ નિવેદનની નિંદા કરી છે.