શોક/ પૂર્વ CM માધવસિંહના નિધન પર PM મોદી- રાહુલ ગાંધી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યો શોક

ગુજરાતના રાજકારણમાં તેમણે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ માટે નવી વ્યૂહરચના ઘડી. તેને KHAM  થ્યોરી કહેવમાં આવે છે. 1980 ના દાયકામાં, માધવસિંહ સોલંકી આ 4 સમુદાયોને સાથે લઈને ભારે બહુમતી સાથે સત્તા પર આવ્યા હતા.

Top Stories India
a 101 પૂર્વ CM માધવસિંહના નિધન પર PM મોદી- રાહુલ ગાંધી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યો શોક

કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકી (93) નું શનિવારે અવસાન થયું છે. તેઓ ચાર વખત ગુજરાતના મુખ્ય પ્રધાન રહી ચુક્યા હતા. તેઓ પીવી નરસિંહ રાવ સરકારમાં વિદેશ પ્રધાન પણ રહી ચુક્યા હતા. ગુજરાતના રાજકારણમાં તેમણે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ માટે નવી વ્યૂહરચના ઘડી. તેને KHAM  થ્યોરી કહેવમાં આવે છે. 1980 ના દાયકામાં, માધવસિંહ સોલંકી આ 4 સમુદાયોને સાથે લઈને ભારે બહુમતી સાથે સત્તા પર આવ્યા હતા.

માધવસિંહ સોલંકીની આ શરતથી ગુજરાતનો પટેલ સમાજ તેમનાથી દૂર રહ્યો અને ભવિષ્યમાં ભાજપ સાથે થઇ ગયો. સોલંકી વ્યવસાયે વકીલ હતા અને ક્ષત્રિય સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ સૌ પ્રથમ 1977 માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. 1980 ની વિધાનસભા ચૂંટણીના 182 માં 141 બેઠકો જીતી. તે સમયે ભાજપને માત્ર 9 બેઠકો મળી હતી.

માધવસિંહ સોલંકીના નિધન પર પીએમ નરેંદ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાહુલ ગાંધી, અમિત ચાવડા  સહિત ભાજપ અને કૉંગ્રેસના નેતાઓએ  દુઃખ વ્યક્ત કર્યુ.

દાયકાઓ સુધી યાદ કરવામાં આવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, ‘માધવસિંહ સોલંકી અજેય નેતા હતા. દાયકાઓ સુધી તેમણે ગુજરાતના રાજકારણમાં મહત્વની ભૂમિકા નિભાવી. સમાજને મજબૂત કરવા માટે તેઓ હંમેશાં યાદ રહેશે. તેમના પુત્ર ભરતસિંહ સોલંકી સાથે વાત થઇ. સમગ્ર પરિવાર પ્રત્યે મારો શોક છે.’

પીએમ મોદીએ એમ પણ લખ્યું કે, ‘રાજકારણ ઉપરાંત માધવસિંહ સોલંકીને વાંચવાનો પણ શોખ હતો. તે સંસ્કૃતિ પ્રત્યે પણ જુસ્સાદાર હતા. જ્યારે હું તેમને મળતો અથવા તેની સાથે વાત કરતો ત્યારે તેઓ મને તાજેતરના પુસ્તક વિશે કહેતા. હું હંમેશાં તેમની વાતચીતને હમેશાં સંભાળીને રાખીશ.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માધવસિંહ સોલંકીના દુખદ અવસાન અંગે શ્રદ્ધાંજલિ પઠવતા જણાવ્યું કે, ‘ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. ગુજરાતના જાહેરજીવનને તેમની ખોટ હંમેશા રહેશે. પ્રભુ તેમના દિવ્ય આત્માને સદ્ગતી અર્પે તેમજ પરિવાર-શુભેચ્છકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના.’

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લખ્યું કે ‘માધવસિંહ સોલંકીના અવસાનથી દુ:ખી છું. કોંગ્રેસને સશક્ત કરવા માટે અને વિચારધારાના વિસ્તાર તેમજ સામાજિક ન્યાય માટે તેમણે આપેલા યોગદાન બદલ કાયમ યાદ રહેશે.’

રાજ્યના કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ‘તેમના નિધનથી કોંગ્રેસપરિવારને અને રાજ્યના અનેક કાર્યકર્તાઓને ન પુરાય તેવી ખોટ પડી છે. પત્રકાર-વકિલાતથી લઈને રાજ્યનાના ચારવાર મુખ્યમંત્રી અને દેશના વિદેશ અને આયોજન મંત્રી બનનારા માધવસિંહ સોલંકીને રાજ્ય કાયમ યાદ કરશે. પરિવાર અને કૉંગ્રેસને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે લખ્યું, ‘ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી માધવસિંહ સોલંકીજીનાં દુ:ખદ નિધનનાં સમાચાર મળ્યા. ખામ થિયરીથી ઓળખાતા માધવસિંહજીએ સેવાકીય પ્રવૃત્તિ વચ્ચેથી ક્યારેય નિવૃત્તિ ન્હોતી લીધી. એમનાં દિવંગત આત્માને ઇશ્વર શાંતિ અર્પે, પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું.’

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો