Not Set/ 27 વર્ષથી રામ મંંદિર નિર્માણ માટે અન્ન જળનો ત્યાગ કરનાર મહિલા હવે અયોધ્યામાં તોડશે ઉપવાસ

દેશમાં સૌથી વધુ ચર્ચિત કેસ અયોધ્યા જમીન વિવાદ અંગે સુપ્રીમ કોર્ટનાં નિર્ણય બાદ રામ મંદિરનાં નિર્માણને મંજૂરી આપી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે શિયા વક્ફ બોર્ડ અને નિર્મોહી અઘાખાનાં દાવાનું ખંડન કરતા વિવાદિત જમીનનાં માલિકી હક રામલાલા વિરાજમાનને આપવાનો નિર્ણય સંભળાવ્યો. આ ઉપરાંત અદાલતે અયોધ્યામાં જ મુસ્લિમ પક્ષને મસ્જિદ માટે 5 એકર જમીન આપવાનો ચુકાદો […]

Top Stories India
Urmila Chaturvedi 27 વર્ષથી રામ મંંદિર નિર્માણ માટે અન્ન જળનો ત્યાગ કરનાર મહિલા હવે અયોધ્યામાં તોડશે ઉપવાસ

દેશમાં સૌથી વધુ ચર્ચિત કેસ અયોધ્યા જમીન વિવાદ અંગે સુપ્રીમ કોર્ટનાં નિર્ણય બાદ રામ મંદિરનાં નિર્માણને મંજૂરી આપી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે શિયા વક્ફ બોર્ડ અને નિર્મોહી અઘાખાનાં દાવાનું ખંડન કરતા વિવાદિત જમીનનાં માલિકી હક રામલાલા વિરાજમાનને આપવાનો નિર્ણય સંભળાવ્યો. આ ઉપરાંત અદાલતે અયોધ્યામાં જ મુસ્લિમ પક્ષને મસ્જિદ માટે 5 એકર જમીન આપવાનો ચુકાદો આપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટની સહી બાદ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થઇ જશે તે વાતો સામાન્ય બની ગઇ છે ત્યારે જબલપુરની ઉર્મિલા ચતુર્વેદી સુપ્રીમ કોર્ટનાં આ નિર્ણયથી ખુશ છે, તે રામ મંદિર બનાવવાનાં સંકલ્પ સાથે 1992 થી ઉપવાસ પર હતી.

રામ મંદિર બનાવવાનાં સંકલ્પ સાથે 27 વર્ષથી ઉપવાસ પર બેઠેલી ઉર્મિલા 87 વર્ષની છે. તે કહે છે કે ઉપવાસ પાછળનો તેનો હેતુ તે હતો કે તે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ જોઈ શકે. ઉર્મિલાએ 27 વર્ષથી અન્ન ગ્રહણ કર્યુ નથી. જબલપુરનાં વિજયનગરની રહેવાસી ઉર્મિલા કહે છે કે વિવાદાસ્પદ માળખાને તોડી નાખ્યા બાદ દેશભરમાં તોફાનો, હુલ્લડો થયાં હતાં. હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ એક બીજાનું લોહીનાં તરસ્યા બની ગયા હતા. આ બધું જોઇને ખૂબ જ દુઃખ થયુ હતું. તેણી કહે છે કે 27 વર્ષનાં ઉપવાસ બાદ તેને ખુશી મળી છે. ઉપવાસનાં સંકલ્પને લીધે, તે સંબંધીઓ, સમાજ વગેરેથી દૂર ચાલી ગઈ હતી. અનેક વખત લોકોએ ઉપવાસ ખતમ કરવા દબાણ કર્યું હતું, તો કેટલાક લોકોએ તેની મજાક પણ ઉડાવી હતી. વળી કેટલાક લોકો પણ હતા જેમણે તેમના આત્મવિશ્વાસ અને સાધનાની પ્રશંસા કરી. માત્ર કેળા અને ચાની મદદથી, તે 27 વર્ષથી આ સંકલ્પ સાથે બેઠી છે.

વર્ષ 1992માં તેણે આ સંકલ્પ લીધો કે તે ત્યારે જ અનાજ ગ્રહણ કરશે જ્યારે અયોધ્યામાં રામ મંદિર દેશમાં ભાઈચારા સાથે બનાવવામાં આવશે. દરમિયાન, વર્ષો સુધી આ કેસ કોર્ટમાં ચાલતો રહ્યો. જ્યારે 9 નવેમ્બરનાં રોજ સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો ત્યારે ઉર્મિલા ખૂબ ખુશ હતી. તેણે સુપ્રીમ કોર્ટનાં પાંચ ન્યાયાધીશોનો આભાર માન્યો. તે કહે છે કે તે રામ લાલાને જોવા અયોધ્યા ગયા પછી તે પોતાનો ઉપવાસ પૂરો કરવા માંગે છે. ઉર્મિલાનાં પરિવારનાં સભ્યોનું કહેવું છે કે આ ઉંમરે પણ તેમને એનર્જીનો અભાવ નથી, જો કે તે નબળા પડી ગયા છે અને 86 વર્ષની ઉંમરે પહોંચી ગયા છે, પરંતુ તે હજી ઉપવાસ પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.