Not Set/ ઇન્ડોનેશિયામાં આવ્યો ૭.૦ તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ, ૮૨ લોકોના મોત

બાલી, ઇન્ડોનેશિયામાં આવેલા લોમબોક દ્વીપ પર રવિવારે વધુ એકવાર વિનાશકારી ભૂકંપ આવ્યો છે. ભારતીય સમય અનુસાર, રવિવાર સાંજે ૫.૧૬ વાગ્યે આવેલા આ વિનાશકારી ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭ જણાવવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ભૂકંપના કારણે અત્યારસુધીમાં ૮૨ લોકોના મોત થયા છે જયારે ૧૦૦ થી વધુ ઘાયલ થયા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. […]

Top Stories India Trending
2dccIBVm ઇન્ડોનેશિયામાં આવ્યો ૭.૦ તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ, ૮૨ લોકોના મોત

બાલી,

ઇન્ડોનેશિયામાં આવેલા લોમબોક દ્વીપ પર રવિવારે વધુ એકવાર વિનાશકારી ભૂકંપ આવ્યો છે. ભારતીય સમય અનુસાર, રવિવાર સાંજે ૫.૧૬ વાગ્યે આવેલા આ વિનાશકારી ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭ જણાવવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ભૂકંપના કારણે અત્યારસુધીમાં ૮૨ લોકોના મોત થયા છે જયારે ૧૦૦ થી વધુ ઘાયલ થયા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે.

બીજી બાજુ આ ૭.૦ તીવ્રતાના ભૂકંપના કારણે ઘણી ઈમારતોને પણ નુકશાન પહોચ્યું છે તેમજ સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમેરિકાની જિયોલોજિકલ સર્વે અનુસાર, આ ભૂકંપની તીવ્રતા ૭ હતી અને તેનું કેન્દ્ર લોમબોક દ્વીપના ઉત્તર્રી ક્ષેત્રમાં જમીનથી ૧૦ કિમી નીચે હતું.

Dj2ztGjUYAEKgOR ઇન્ડોનેશિયામાં આવ્યો ૭.૦ તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ, ૮૨ લોકોના મોત

આ વિનાશકારી ભૂકંપ બાદ રાહત અને બચાવ અભિયાનના પ્રવક્તા અગુસ હેન્ડ્રા સંજાયાએ જણાવ્યું, “અત્યારસુધીમાં સામે આવેલા આંકડા મુજબ આ ભૂકંપમાં ૮૨ લોકોના મોત થયા છે, તેમજ ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, રવિવાર સાંજે આવેલા વિનાશાકરી ભૂકંપ બાદ જાહેર કરવામાં આવેલી સુનામીની ચેતવણીને રદ્દ કરવામાં આવી છે. આ ભૂકંપના કારણે બાલીના દેનપાસારમાં પણ ઈમારતોને નુકશાન પહોચ્યું છે. આ ક્ષતિગ્રસ્ત ઈમારતોમાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને એરપોર્ટનું ટર્મિનલ પણ શામેલ છે.

મહત્વનું છે કે, છેલ્લા એક અઠવાડિયામાં આ બીજો ભૂકંપ છે. આ પહેલા ગત સપ્તાહે આવેલા ભૂકંપમાં ૧૩થી વધુ લોકોના મોત થયા હતા.