Not Set/ આતંકીઓના સેફ હેવન પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, અમેરિકાએ રોકી ૩૦ કરોડ ડોલરની મદદ

વોશિંગ્ટન, દુનિયાભરમાં આંતકવાદીઓ માટે સેફ હેવન ગણાતા પાકિસ્તાનને નવી સરકારના ગઠન થયાના ટુંક જ સમયમાં એક ઝટકો લાગ્યો છે. આતંકીઓ સામે પાકિસ્તાન સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન કર્યા બાદ હવે અમેરિકા દ્વારા ૩૦ કરોડ ડોલર (૨૧૩૦ કરોડ રૂપિયા)ની મદદ રદ્દ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ આતંકીઓ સામે કોઈ કાર્યવાહી ન […]

Top Stories World Trending
imran trump આતંકીઓના સેફ હેવન પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, અમેરિકાએ રોકી ૩૦ કરોડ ડોલરની મદદ

વોશિંગ્ટન,

દુનિયાભરમાં આંતકવાદીઓ માટે સેફ હેવન ગણાતા પાકિસ્તાનને નવી સરકારના ગઠન થયાના ટુંક જ સમયમાં એક ઝટકો લાગ્યો છે. આતંકીઓ સામે પાકિસ્તાન સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન કર્યા બાદ હવે અમેરિકા દ્વારા ૩૦ કરોડ ડોલર (૨૧૩૦ કરોડ રૂપિયા)ની મદદ રદ્દ કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ આતંકીઓ સામે કોઈ કાર્યવાહી ન કરવા બાબતે અમેરિકા દ્વારા મદદ રોકવામાં આવી ચુકી છે, તેમજ પહેલેથી જ આતંકવાદના મુદ્દે બંને દેશોના સંબંધો તનાવપૂર્ણ રહ્યા છે, ત્યારે હવે દેશમાં ગઠિત થયેલી નવી ઇમરાન ખાન સરકાર અને અમેરિકાના સંબંધોમાં તિરાડ જોવા મળી શકે છે.

કોલિશન સપોર્ટ ફંડના નામથી આપવામાં આવી રહેલી મદદ જે મોટી ધનરાશિનો જ એક ભાગ છે, જે ચાલુ વર્ષની શરૂઆતમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રોકવામાં આવી હતી.

265760 imran trump આતંકીઓના સેફ હેવન પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, અમેરિકાએ રોકી ૩૦ કરોડ ડોલરની મદદ
world-america-cancels-aid-pakistan-record-terrorists-30 cr. dollar

આ સમયે પણ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાન પર આરોપ લગાવ્યા હતા કે, તેઓ મદદના બદલામાં જુઠ્ઠાણું અને છેતરપિંડી કરી રહ્યા છે.

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનું સ્પષ્ટ કહેવું છે કે, “ઇસ્લામાબાદ આતંકીઓને એક સુરક્ષિત રહેવા માટેની તૈયારી પૂરી પડે છે. હકીકતમાં, અમેરિકા પાકિસ્તાનન પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ૧૭ વર્ષોથી લડી રહ્યું છે.

pakistan terrorist2018 આતંકીઓના સેફ હેવન પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, અમેરિકાએ રોકી ૩૦ કરોડ ડોલરની મદદ
world-america-cancels-aid-pakistan-record-terrorists-30 cr. dollar

અમેરિકી જાસુસી એજન્સી પેન્ટાગોનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “દક્ષિણ એશિયા સ્ટ્રેટીજીના પક્ષમાં પાકિસ્તાન દ્વારા કોઈ સખ્ત કાર્યવાહી ન કરવાના કારણે બાકી રહેલી ૩૦ કરોડ ડોલર રૂપિયાની મદદનર રોકવામાં આવી રહી છે”.

તેઓએ વધુમાં જણાવ્યું હૂત કે, “જયારે કોંગ્રેસની મંજુરી મળે છે, ત્યારે પેન્ટાગોન આ ધનરાશિને અન્ય બીજા જરૂરી કામો માટે ખર્ચ કરશે. પાકિસ્તાનને મળનારી કુલ ૮૦ કરોડ ડોલરની મદદ રોકવામાં આવી હતી”.