શ્રીલંકામાં અત્યારસુધીનાં સૌથી ભયાવહ આતંકી હુમલા બાદ હવે સુરક્ષાબળોએ મોરચો સંભાળ્યો છે. સુરક્ષાદળોએ હવે આ ભયાવહ હુમલાના જવાબદાર આતંકીઓ સામે લાલ આંખ કરી છે. સુરક્ષાદળોએ આતંકીઓને ઢેર કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જેમાં અત્યારસુધી સંદિગ્ધોની ધરપકડ કરાઇ છે. શુક્રવારે સુરક્ષાદળોને આતંકીઓના ઠેકાણા પણ દરોડા પાડ્યા હતા. આ સમયે બંદુકધારી આતંકી અને સુરક્ષાદળો વચ્ચે થયેલી મુઠભેડ દરમિયાન આત્મઘાતી હુમલાખોરે પોતાને બોમ્બથી ઉડાડી દીધો હતો, આ બ્લાસ્ટમાં 15 લોકોનો મોત થયા છે.
પોલિસની જાણકારી અનુસાર મૃતકોમાં 6 બાળક, 3 મહિલા પણ સામેલ છે. કુલ 15 શબ મળ્યા છે જેમાં 6 પુરુષ, 3 મહિલા અને 6 બાળકો સામેલ છે. નોંધનીય છે કે 21 એપ્રિલના રોજ થયેલા 8 શ્રેણીબદ્વ વિસ્ફોટમાં 253 લોકો મૃત્યુ પામ્યા હતા અને 500 થી વધુ લોકો ઘાયલ થયા હતા. સુરક્ષા પરિષદે પણ આતંકીઓનો સંપૂર્ણપણે સફાયો ના થાય ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ રાખવાના આદેશ આપ્યા છે.
