એક વૃદ્ધ મહિલાએ વર્ષ 2020 વિશે ઘણી આગાહીઓ કરી હતી, જેના વિશે લોકોને આશંકા છે કે તેઓ સાચા સાબિત થશે. નવા વર્ષનું સમગ્ર વિશ્વના લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવે છે, પરંતુ તે દરમિયાન, આંતરરાષ્ટ્રીય મીડિયામાં કેટલાક અહેવાલો એવા છે કે જેમાં 2020 માટે કેટલીક ડરાવની આગાહીઓ કરવામાં આવી છે. દુર્ભાગ્યે આ સૂચિમાં વર્ષ 2020 વિશે ઘણી નકારાત્મક આગાહીઓ છે.
અહીં નેત્રહીન બલ્ગેરિયન રહસ્યવાદી મહિલા વિશે વાત કરવામાં આવી રહી છે, જેને બાબા વંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. વંગાનું મોત વર્ષ 1996 માં થયું હતું, તેમણે 2020 વર્ષ માટેની આગાહી કરી હતી અને આ વર્ષ માટેની તેમની આગાહી વ્હાઇટ હાઉસ, ક્રેમલિન અને યુરોપના લોકો માટે ચિંતાજનક છે.
મૃત્યુ પામેલ મહિલાનું માનવામાં આવે તો 2020 માં અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બહેરાશ થઈ શકે છે અને ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવાનો પ્રયાસ આ વર્ષે હાથ ધરવામાં આવશે અને આ હુમલો ક્રેમલિનની અંદર કરવામાં આવશે, જ્યારે યુરોપના મુસ્લિમ ઉગ્રવાદી સંગઠનો રાસાયણિક હુમલો કરી શકે છે. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ,આ જ મહિલાએ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9/11 ના હુમલાની આગાહી પણ કરી હતી.
જો કે બાબા વંગા દ્વારા કરવામાં આવેલી આગાહીઓ હજી સુધી ખૂબ સફળ થઈ નથી,પરંતુ 9/11 ની ઘટના બાદ લોકોનું ધ્યાન તેમની તરફ આવ્યું. તેમણે વિશ્વમાં ચીનનો ઉદય, પુતિનને મજબુત બનાવવાની આગાહી કરી હતી જે ખૂબ સામાન્ય હતી અને તેમને ચમત્કારિક માનવું થોડું મુશ્કેલ છે. જ્યારે વર્ષ 2019 પહેલા યુરોપ અને અમેરિકાના અંત વિશેની તેમની આગાહીઓ ખોટી સાબિત થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
