Not Set/ કોરોનાવાયરસ/ બાંગ્લાદેશે ચીનમાં ફસાયેલાં તેના 171 નાગરિકોને પરત લાવાની યોજના કરી રદ્દ

ચીનમાં અનિયંત્રિત કોરોનાવાયરસથી થતાં મૃત્યુની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન, બાંગ્લાદેશે ચીન જવા માટે વિમાનની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ થયા પછી ફસાયેલા 171 નાગરિકોને પરત લાવવાની યોજનાઓ રદ્દ કરી દીધી છે. નવીનતમ માહિતી અનુસાર, આ જીવલેણ વાયરસને કારણે ચીનમાં 811 લોકોનાં મોત નીપજ્યાં છે અને 37000 થી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત છે. […]

World
Untitled 82 કોરોનાવાયરસ/ બાંગ્લાદેશે ચીનમાં ફસાયેલાં તેના 171 નાગરિકોને પરત લાવાની યોજના કરી રદ્દ

ચીનમાં અનિયંત્રિત કોરોનાવાયરસથી થતાં મૃત્યુની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન, બાંગ્લાદેશે ચીન જવા માટે વિમાનની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ થયા પછી ફસાયેલા 171 નાગરિકોને પરત લાવવાની યોજનાઓ રદ્દ કરી દીધી છે. નવીનતમ માહિતી અનુસાર, આ જીવલેણ વાયરસને કારણે ચીનમાં 811 લોકોનાં મોત નીપજ્યાં છે અને 37000 થી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત છે.

હકીકતમાં બાંગ્લાદેશી વિમાન ક્રૂના સભ્યોએ ચીન જવાની ના પાડી દીધી છે, જેના કારણે બાંગ્લાદેશને આ નિર્ણય લેવો પડ્યો હતો. સરકાર દ્વારા સંચાલિત એરલાઇન્સના બોઇંગ 777-300ER વિમાનમાં 1 ફેબ્રુઆરીએ ચીનથી 312 બાંગ્લાદેશી નાગરિકો લાવવામાં આવ્યા હતા, જેમાં 12 બાળકો અને ત્રણ નવજાત બાળકોનો સમાવેશ થાય છે.

એક વેબસાઈટ સાથે વાત કરતા બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એકે અબ્દુલ મોમેને ટાંકીને જણાવ્યું છે કે અમે કોઈ વિમાન મોકલી શકતા નથી. ક્રૂનો કોઈ સભ્ય ત્યાં જવા તૈયાર નથી. તેથી, અમે તેમને (ફસાયેલા બાંગ્લાદેશી નાગરિકો) રાહ જોવાનું કહ્યું છે.

સરકારે કહ્યું કે ત્યાં 171 બાંગ્લાદેશી છે જેઓ દેશ પરત આવવા માંગે છે પરંતુ તેઓ પાછા લાવી શકતા નથી. મોમેને એવા અહેવાલોને નકારી દીધા છે કે ચીનમાં ફસાયેલા કેટલાક બાંગ્લાદેશી નાગરિકોએ ટ્રાફિક પર પ્રતિબંધ હોવાને કારણે ખોરાક અને પીવાના પાણીની અછતની ફરિયાદ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, ચીની સત્તાવાળાઓ બાંગ્લાદેશીઓ રહે છે તે 23 સ્થળોએ ખોરાક અને પીવાનું પાણી પરિવહન કરી રહ્યા છે અને બેઇજિંગમાં બાંગ્લાદેશી દૂતાવાસ ત્યાં ફસાયેલા બાંગ્લાદેશી સાથે નિયમિત સંપર્કમાં છે. રિપોર્ટ અનુસાર મંત્રીએ કહ્યું કે માત્ર ચીની ચાર્ટર્ડ વિમાન જ બાંગ્લાદેશી નાગરિકોને પરત લાવી શકે છે. તેમણે કહ્યું કે, ચીની સત્તાવાળાઓએ અગાઉ આ માટે સંમતિ આપી હતી, પરંતુ બાદમાં ના પાડી દીધી હતી. અમે ત્યાં કોઈ વિમાન મોકલવા માટે સમર્થ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.