મહત્વપૂર્ણ નિવેદન/ સમલૈંગિક લગ્નોને મંજૂરી આપવા બાબતે CJI ચંદ્રચૂડે સંસદનો કર્યો ઉલ્લેખ

અમેરિકામાં ચાલી રહેલા એક કાર્યક્રમ દરમિયાન સીજેઆઈ ચંદ્રચૂડે સમલૈંગિક લગ્ન વિશે મહત્વપૂર્ણ ટિપ્પણ કરી છે

World
સીજેઆઈનો સમલૈંગિક લગ્ન વિશે નિવેદન

નવી દિલ્હી: મુખ્ય ન્યાયાધીશ (CJI) D.Y. ચંદ્રચુડે કહ્યું છે કે સમલૈંગિક લગ્નને મંજૂરી આપવા માટે સંપૂર્ણપણે ‘નવી લેજિસ્લેટિવ સિસ્ટમ’ બનાવવાનું સંસદના અધિકારક્ષેત્રમાં છે. તેમણે કહ્યું કે આ માટે સ્પેશિયલ મેરેજ એક્ટની જોગવાઈઓને રદ કરવી એ ‘રોગ કરતાં પણ ખરાબ’ પ્રિસ્ક્રિપ્શન આપવા સમાન છે.

CJI ચંદ્રચુડે જ્યોર્જટાઉન યુનિવર્સિટી લો સેન્ટર, વોશિંગ્ટન અને સોસાયટી ફોર ડેમોક્રેટિક રાઇટ્સ (SDR), નવી દિલ્હી દ્વારા આયોજિત ત્રીજા તુલનાત્મક બંધારણીય કાયદાની ચર્ચામાં સમલૈંગિક લગ્ન અને ભારતીય ન્યાયતંત્રના અન્ય મુખ્ય પાસાઓ સંબંધિત તાજેતરના ચુકાદાઓ પર આ ટિપ્પણીઓ કરી હતી.

“ભારત અને અમેરિકાની સર્વોચ્ચ અદાલતોના દૃષ્ટિકોણ” ઉપર અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન સીજેઆઈએ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.

CJI ચંદ્રચુડ હાલ અમેરિકામાં છે. તેમણે સ્પેશિયલ મેરેજ એક્ટનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે અલગ-અલગ ધર્મોના વિજાતીય લોકોના લગ્ન સંબંધિત બાબતો સાથે વ્યવહાર કરવા માટે એક બિનસાંપ્રદાયિક કાયદો છે. તેમણે કહ્યું કે સમલૈંગિક લગ્નને મંજૂરી ન આપવા માટે સ્પેશિયલ મેરેજ એક્ટની કેટલીક જોગવાઈઓને જાળવી રાખવી યોગ્ય રહેશે નહીં.

“એવી દલીલ કરવામાં આવી હતી કે સ્પેશિયલ મેરેજ એક્ટ ભેદભાવપૂર્ણ છે કારણ કે તે માત્ર વિજાતીય યુગલોને જ લાગુ પડે છે,” તેમણે કહ્યું. હવે જો કોર્ટ એ કાયદાને ફગાવી દેશે તો પરિણામ એ આવશે કે મેં મારા ચુકાદામાં કહ્યું છે કે, આઝાદી પહેલાંની પરિસ્થિતિમાં પાછા જવા જેવું થશે, જે અલગ-અલગ ધર્મના લોકોના લગ્ન માટે કોઈ કાયદો નહોતો.’

સીજેઆઈએ સોમવારે કહ્યું કે “તેથી, કાયદાને રદ્દ કરવો… પૂરતું નથી અને તે પ્રિસ્ક્રિપ્શન પ્રદાન કરવા જેટલું છે જે રોગ કરતાં વધુ ખરાબ છે,” .

તેમણે કહ્યું કે એક મુખ્ય પ્રશ્ન એ છે કે શું કોર્ટને આ ક્ષેત્રમાં આવવાનો અને આદેશ આપવાનો અધિકાર છે કે શું ભારતીય બંધારણ હેઠળ લગ્ન કરવાનો અધિકાર સુરક્ષિત છે.

CJIએ કહ્યું, ‘બેન્ચના પાંચેય જજોના સર્વસંમતિથી આપેલા નિર્ણયમાં અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે અમે સમલૈંગિકતાને અપરાધ જાહેર કરવામાં અને સમલૈંગિક સમુદાયના લોકોને અમારા સમાજમાં સમાન ભાગીદાર તરીકે માન્યતા આપવામાં ઘણી પ્રગતિ કરી છે. પરંતુ લગ્નના અધિકાર અંગે કાયદો બનાવવો એ સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે અને અમે ન્યાયિક નિર્ણયો દ્વારા કાયદો બનાવી શકતા નથી.

17 ઓક્ટોબરના રોજ CJI ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે સર્વસંમતિથી ગે લગ્નને કાયદેસર બનાવવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે તે સંસદના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.

યુનાઇટેડ સ્ટેટ્સની સુપ્રીમ કોર્ટના સીજેઆઇ અને એસોસિએટ જસ્ટિસ સ્ટીફન બ્રેયરએ આ પ્રસંગે વક્તવ્ય આપ્યું હતું. જ્યોર્જટાઉન યુનિવર્સિટી લો સેન્ટરના ડીન અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ વિલિયમ એમ. ટ્રેનર દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- ફોક્સકોને ભારતમાં વધાર્યો વ્યાપાર તો ચીનને લાગ્યા મરચા; કર્યું ન કરવાનું કામ

આ પણ વાંચો- ચીનમાં રાજકિય ઉથલપાથલ, લાપતા સંરક્ષણ મંત્રીને કર્યા બરતરફ