કટ્ટર દુશ્મની!/ ફોક્સકોને ભારતમાં વધાર્યો વ્યાપાર તો ચીનને લાગ્યા મરચા; કર્યું ન કરવાનું કામ

ફોક્સકોને ભારતમાં વ્યાપાર વધાર્યો તો ચીને કંપની વિરૂદ્ધ શરૂ કરી તપાસ

World
ભારત vs ચીન ફોક્સકોને ભારતમાં વધાર્યો વ્યાપાર તો ચીનને લાગ્યા મરચા; કર્યું ન કરવાનું કામ

નવી દિલ્હીઃ ઈલેક્ટ્રોનિક્સ સામાનના વિશ્વની સૌથી મોટી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની ફોક્સકોન ભારતમાં મોટા પાયે રોકાણ કરવાની તૈયારી કરી રહી છે. એપલ માટે આઈફોન બનાવતી આ કંપનીની ભારતમાં વધતી જતી નિકટતાથી ચીનની સરકાર અત્યંત નારાજ થઈ ગઈ છે. તેણે આ કંપની સામે તપાસ શરૂ કરી છે.

ફોક્સકોને તાજેતરમાં તાઈપેઈમાં વાર્ષિક હોન હાઈ ટેક ડેનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કંપનીના ભારતીય કર્મચારીઓ, ભારતીય કંપનીઓના અધિકારીઓ અને સરકારી અધિકારીઓએ ભાગ લીધો હતો. ફોક્સકોને ભારતમાં રોકાણ માટે મોટી યોજનાઓ બનાવી છે. ફોક્સકોનના ભારતના પ્રતિનિધિ વેઇ લીએ લિંક્ડઇન પર આ ઇવેન્ટની તસવીરો શેર કરી છે. ચીન સરકાર આ માટે સહમત નથી.

તાઈપેઈમાં 18 ઓક્ટોબરે આયોજિત ઈવેન્ટની તસવીરો શેર કરતા વેઈ લીએ લખ્યું કે આ ઈવી અને સેમિકન્ડક્ટરને સમર્પિત ભારતના યુગની શરૂઆત છે. ભારતમાં કંપનીએ તમિલનાડુમાં મોટા પાયે રોકાણ કર્યું છે. તેની તેલંગાણા અને કર્ણાટકમાં પણ રોકાણ કરવાની યોજના છે. ફોક્સકોનની પેરેન્ટ કંપની હોન હૈના ચેરમેન અને સીઈઓ યંગ લિયુ કહે છે કે આગામી દસ વર્ષમાં કંપનીના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 20 થી 30 ટકા થઈ જશે. પરંતુ ભારત સાથે ફોક્સકોનની વધતી નિકટતા ચીનને પસંદ આવી નથી.

ફોક્સકોન સામે તપાસ

ચીને ફોક્સકોન વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. રવિવારે, ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઈમ્સે અહેવાલ આપ્યો કે ટેક્સ વિભાગે તાજેતરમાં ફોક્સકોનની પેટાકંપનીઓનું ઓડિટ કર્યું છે. વધુમાં કુદરતી સંસાધન મંત્રાલયે હેનાન અને હુબેઈ પ્રાંતોમાં કંપનીના જમીનના ઉપયોગની તપાસ કરી છે. ફોક્સકોનની ચીનમાં સૌથી મોટી iPhone ફેક્ટરી છે.

ફોક્સકોન ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેટ સોમવારે 10 ટકા ઘટાડો આવ્યો છે. ફોક્સકોન વિશ્વની સૌથી મોટી કોન્ટ્રાક્ટ ઉત્પાદક કંપની છે. કંપનીએ 1988માં ચીનમાં બિઝનેસ શરૂ કર્યો હતો અને તે ચીનમાં સૌથી મોટી રોજગાર આપતી કંપનીઓમાંની એક છે.

આ પણ વાંચો- ચીનમાં રાજકિય ઉથલપાથલ, લાપતા સંરક્ષણ મંત્રીને કર્યા બરતરફ

આ પણ વાંચો-દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિએ PM મોદી અને અંબાણી સાથે કરી મુલાકાત