Not Set/ વિશ્વકપ 2011નાં હીરો યુવરાજ સિંહની આવી રહી છે ક્રિકેટ સફર

ક્રિકેટનાં ચાહકો માટે આજે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જ્યા યુવરાજ સિંહે સોમવારે આંતરરાષ્ટ્રીય મેચોથી સન્યાસ લઇ લીધો છે. જો તેના ક્રિકેટ સફરની વાત કરવામા આવે તો તે થોડી ઉતાર-ચઢાવથી ભરેલી છે. યુવરાજે ભારત માટે 304 વન ડે મેચમાં 8,701 રન બનાવ્યા છે. યુવરાજે 2000ની સાલમાં કેન્યા વિરુદ્ધ વન ડેમાં ડેબ્યુ કર્યુ હતુ. તેણે […]

Top Stories Sports

ક્રિકેટનાં ચાહકો માટે આજે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જ્યા યુવરાજ સિંહે સોમવારે આંતરરાષ્ટ્રીય મેચોથી સન્યાસ લઇ લીધો છે. જો તેના ક્રિકેટ સફરની વાત કરવામા આવે તો તે થોડી ઉતાર-ચઢાવથી ભરેલી છે. યુવરાજે ભારત માટે 304 વન ડે મેચમાં 8,701 રન બનાવ્યા છે. યુવરાજે 2000ની સાલમાં કેન્યા વિરુદ્ધ વન ડેમાં ડેબ્યુ કર્યુ હતુ. તેણે પોતાની છેલ્લી વન ડે મેચ વેસ્ટ ઈંન્ડિઝ વિરુદ્ધ રમી હતી.

આજે મુંબઇની એક હોટલમાં પ્રેસ કોન્ફંરન્સનું આયોજન કરતા યુવરાજે ક્રિકેટમાંથી સન્યાસની ઘોષણા કરી દોધી છે. સન્યાસ બાદ તે ICCની માન્યતા પ્રાપ્ત વિદેશી T20 લીગમાં ફ્રીલાંસ કેરિયર બનાવવા માંગે છે. T20માં બેટિંગથી દુનિયાને પોતાનુ દમખમ બતાવી ચુકેલો યુવરાજ સિંહ ટેસ્ટ ક્રિકેટમાં કોઇ ખાસ કારનામા કરી શક્યો નથી. તેણે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ વર્ષ 2000માં પંજાબનાં મોહાલીનાં મેદાનમાં ડેબ્યુ કર્યુ હતુ. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડની વિરુદ્ધ કોલકતામાં રમી હતી.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”

વન ડે કેરિયર

યુવરાજ સિંહે કુલ 304 વન ડે મેચ રમી છે. જેમા તેણે 8,701 રન બનાવ્યા છે. જેમા તેના નામે 14 સદી અને 52 અડધી સદી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 150 રહ્યો છે. યુવરાજે વન ડેમાં કુલ 111 વિકેટો ખેરવી છે.

ટેસ્ટ કેરિયર

યુવરાજ સિંહે પોતાની 40 ટેસ્ટ મેચમાં 62 ઈંનિગ્સ રમતા 1900 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં કુલ 3 સદી અને 11 અડધી સદી ફટકારી છે. યુવરાજ સિંહે ટેસ્ટમાં કુલ 9 વિકેટો જડપી છે.

T20 કેરિયર

યુવરાજ સિંહે 58 T20 મેચમાં 1177 રન બનાવ્યા છે. જેમા તેના નામે 8 અડધી સદી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 77 રન છે. યુવરાજે માત્ર બેટથી જ નહી બોલથી પણ પોતાનો જાદુ બતાવ્યો છે. તેણે T20માં 28 વિકેટો જડપી છે. T20માં જ ઈંગ્લેન્ડ વિરુદ્ધ યુવરાજ સિંહે 6 બોલમાં 6 છક્કા મારી ઇતિહાસ રચી દીધો હતો. યુવરાજે છેલ્લી T20 મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ બેંગલુરુમાં રમી હતી.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”

યુવરાજ સિંહ આ વર્ષે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સની તરફથી રમ્યો હતો પરંતુ મોટા ભાગે તેને તક મળી નહોતી, જેથી તે પોતાની ભવિષ્યની યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છે. આ બધાની વચ્ચે કેટલાંક લોકોનું માનવું છે કે જો ઝાહીર ખાન અને વિરેન્દ્ર સહેવાગ દુબઇમાં T10 લીગનો હિસ્સો બની શકે છે તો પછી યુવરાજને સ્વીકૃતિ કેમ ના મળી શકે.