અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે આવેલી ભાગ્ય લક્ષ્મી નર્સિંગ કોલેજમાં કોલેજની વિદ્યાર્થીની અને વિદ્યાર્થી વચ્ચેની બબાલમાં કોલેજના વહીવટી ક્લાર્ક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઇ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓના હોબાળાને પગલે સંચાલક મંડળ દ્વારા કલાર્કને સસ્પેન્ડ કરાયો હતો. જ્યારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીને 15 દિવસ માટે શૈક્ષણિક કાર્યથી સસ્પેન્ડ કરાતા મામલો થાળે પડ્યો હતો.

મોડાસાની ભાગ્ય લક્ષ્મી નર્સિંગ કૉલેજમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઇને હંગામો થયો છે. મોડાસાના માલપુર રોડ પર સાકરિયા નજીક આવેલી ભાગ્ય લક્ષ્મી નર્સિંગ કૉલેજમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના ઘટી હતી. વાત જાણે એમ છે કે, ફ્રી ક્લાસ રૂમમાં વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિની વચ્ચે અણસમજ થતાં મામલો બિચક્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને મામલો સંચાલક સુધી પહોંચતા વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે જે સંદીપ પટેલ દ્વારા વિદ્યાર્થીને મારવામાં આવ્યો છે. તો સંદીપ પટેલ કૉલેજમાં નોન ટિચિંગ સ્ટાફ એટલે કે, ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. પીડિત વિદ્યાર્થી દ્રારા એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેની કોઇપણ પ્રકારની વાત સાંભળ્યા વિના જ તેને ઢોર માર મરાયો હતો. સંદીપ પટેલ નોન ટિચિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવે છે તેમ છતાં માર મારવાની સત્તા કોણે આપી તે સવાલ વિદ્યાર્થીઓ દ્વારા કરાયો છે.
કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે વિદ્યાર્થીઓના હોબાળા બાદ સંચાલક મંડળે કલાર્કને સસ્પેન્ડ કર્યો છે. જ્યારે કોલેજના પ્રીસીપાલ દ્વારા વિધાર્થી અને વિદ્યાર્થીની ને 15 દિવસ માટે શૈક્ષણિક કાર્ય માંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો હતો આ નિર્ણય બાદ મામલો થાળે પડ્યો હતો. ત્યારે જામનગરમાં હાલમાં જ સામે આવેલો રેગીંગ કેસ બાદ આ પ્રકારનાં સામ સામેનાં ઝગડાથી ગુજરાતનાં શિક્ષણની સ્થિતિ કથળતી હોવાની વાત ઉઠી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
