Not Set/ વર્લ્ડ કપ – ઋષભ પંત, અંબાતી રાયુડૂ અને નવદીપ સૈની સ્ટેન્ડ બાય તરીકે ટીમમાં સામેલ

ઇંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ માટે યુવા વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત, અનુભવી બેટ્સમેન અંબાતી રાયુડૂ અને ઝડપી બોલર નવદીપ સૈનીને ભારતીય વર્લ્ડક ટીમમાં સ્ટેન્ડ બાય તરીકે સ્થાન અપાયું છે. આઇસીસીએ સંભવિત ખેલાડીની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી છે. જો કે બીસીસીઆઇ પાસે અન્ય વિકલ્પ પસંદ કરવાનો મોકો છે પરંતુ એ થાય તેવી […]

Uncategorized
pjimage 6 વર્લ્ડ કપ – ઋષભ પંત, અંબાતી રાયુડૂ અને નવદીપ સૈની સ્ટેન્ડ બાય તરીકે ટીમમાં સામેલ

ઇંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ માટે યુવા વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત, અનુભવી બેટ્સમેન અંબાતી રાયુડૂ અને ઝડપી બોલર નવદીપ સૈનીને ભારતીય વર્લ્ડક ટીમમાં સ્ટેન્ડ બાય તરીકે સ્થાન અપાયું છે. આઇસીસીએ સંભવિત ખેલાડીની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી છે. જો કે બીસીસીઆઇ પાસે અન્ય વિકલ્પ પસંદ કરવાનો મોકો છે પરંતુ એ થાય તેવી સંભાવના ખૂબ ઓછી છે.

બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી મુજબ ટીમ પાસે ત્રણ સ્ટેન્ડબાય ખેલાડી હશે. તેમાં ઋષભ પંત અને અંબાત રાયુડૂ અનુક્રમે પહેલા અને બીજા સ્ટેન્ડબાય રહેશે જ્યારે સેનીને બોલર તરીકે પસંદ કરાયો છે. ખલીલ અહમદ, આવેશ ખાન અને દીપક ચાહર નેટ બોલર તરીકે ટીમની સાથે જશે.