Not Set/ પત્નિને પતિનો વાત કરવાનો અંદાજ પસંદ ના પડ્યો, તો મારી દીધી ગોળી, જુઓ

ફ્લોરિડા, પતિ-પત્ની વચ્ચે થતાં નાના મોટા ઝગડા ઘણીવાર કેવું ઘાતક સ્વરૂપ ધારણ કરે છે તેનું જાગતું ઉદાહરણ અમેરિકામાંથી સામે આવ્યું છે. નાના ઝગડામાં પતિ કે પત્ની નાનકડી વાતથી પાર્ટનર પર એ હદે ગુસ્સે થઈ જાય કે, તેને મોતને ઘાટ ઉતારી દે ! વિશ્વાસ નહીં કરી શકાય પણ આવું હકીકતમાં થયું છે. અમેરિકાના ફ્લોરિડામાં રહેનારી એક મહિલાએ પોતાના […]

World
gun shut પત્નિને પતિનો વાત કરવાનો અંદાજ પસંદ ના પડ્યો, તો મારી દીધી ગોળી, જુઓ

ફ્લોરિડા,

પતિ-પત્ની વચ્ચે થતાં નાના મોટા ઝગડા ઘણીવાર કેવું ઘાતક સ્વરૂપ ધારણ કરે છે તેનું જાગતું ઉદાહરણ અમેરિકામાંથી સામે આવ્યું છે. નાના ઝગડામાં પતિ કે પત્ની નાનકડી વાતથી પાર્ટનર પર એ હદે ગુસ્સે થઈ જાય કે, તેને મોતને ઘાટ ઉતારી દે !

વિશ્વાસ નહીં કરી શકાય પણ આવું હકીકતમાં થયું છે.

અમેરિકાના ફ્લોરિડામાં રહેનારી એક મહિલાએ પોતાના પતિને માથાના પાછળના ભાગે ગોળી મારીને હત્યા કરી દીધી. આની પાછળ કારણ માત્ર એટલું હતું કે, તેને પતિનો વાત કરવાનો ટોન પસંદ નહોતો આવ્યો. લવાન્ડા બ્રાઉન નામની ૫૭ વર્ષીય મહિલા અમેલિયા પોતાના ઘરે પતિ ટોની બ્રાઉન સાથે કામ કરી રહી હતી તે સમયે નાની વાતે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

લવાન્ડાને કામ કરતી વખતે તેના પતિએ કહ્યું કે, તે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે તેના માટે એક ટેમ્પલેટ ગૂગલ સર્ચ કરે. પણ જે રીતે લવાન્ડાએ ગૂગલ સર્ચ કર્યું તેના પતિને નિરાશા થઈ.

પતિ ટોનીએ લવાન્ડાને કહ્યું કે, જે રીતે તેણે સર્ચ કર્યુ તેનાથી તે ખુશ નથી અને ગુગલ સર્ચમાં જે રિઝલ્ટ કાઢ્યું તે બ્લર છે. ત્યારબાદ પતિ રૂમની બહાર નીકળવા લાગ્યો.

જો કે લવાન્ડાને પતિનો આ વાત કરવાનો આ અંદાજ પસંદ ના પડ્યો અને તેને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો.પોલિસને ૫૮ વર્ષીય ટોની બ્રાઉન લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો. તેના માથાના પાછળના ભાગે ગોળી વાગી હતી. આ કપલના બેડરૂમમાંથી ૩૮ રિવૉલ્વર મળી છે અને લવાન્ડાની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.