Not Set/ જીત બાદ ઇમરાન ખાન બોલ્યા : ભારત સાથે સારા સંબંધો અને વાતચીત માટે આગળ વધવા માંગુ છું…

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફના પ્રમુખ ઇમરાન ખાને જનતાને સંબોધિત કરતા કહ્યું કે તેઓ કમજોર લોકો માટે કામ કરશે. પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બનવા જઈ રહેલા ઇમરાન ખાને કહ્યું કે અલ્લાએ મને મોકો આપ્યો છે. પાકિસ્તાનની સેવાનો મોકો મળ્યો છે. પાકિસ્તાન માટે મેં 22 વર્ષ સંઘર્ષ કર્યો. હું પાકિસ્તાનને મદીના જેવું બનાવવા માંગુ છુ. ઇમરાન […]

Top Stories India World
imran khan pak 7591 જીત બાદ ઇમરાન ખાન બોલ્યા : ભારત સાથે સારા સંબંધો અને વાતચીત માટે આગળ વધવા માંગુ છું...

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફના પ્રમુખ ઇમરાન ખાને જનતાને સંબોધિત કરતા કહ્યું કે તેઓ કમજોર લોકો માટે કામ કરશે.

પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બનવા જઈ રહેલા ઇમરાન ખાને કહ્યું કે અલ્લાએ મને મોકો આપ્યો છે. પાકિસ્તાનની સેવાનો મોકો મળ્યો છે. પાકિસ્તાન માટે મેં 22 વર્ષ સંઘર્ષ કર્યો. હું પાકિસ્તાનને મદીના જેવું બનાવવા માંગુ છુ.

imran khan 7589 e1532614203230 જીત બાદ ઇમરાન ખાન બોલ્યા : ભારત સાથે સારા સંબંધો અને વાતચીત માટે આગળ વધવા માંગુ છું...

ઇમરાન ખાને જણાવ્યું કે ઉપરવાળાએ મને જે આપ્યું એનાથી હું આરામથી જીવન વિતાવી શકતો હતો. પરંતુ જયારે હું મોટો થઇ રહ્યો હતો એ સમયે ઘણી પરિસ્થિતિઓને જોઈ હતી. દેશમાં ભ્રષ્ટાચારને જોતા હું રાજનીતિમાં આવવા મજબુર થયો.

ઇસ્લામાબાદમાં પ્રેસ કોન્ફરન્સમાં એમણે કહ્યું કે હું પાકિસ્તાનને આપેલું વચન નિભાવીશ. આ ચૂંટણીમાં ઘણા લોકોએ કુરબાની આપી છે. પાકિસ્તાનના લોકોએ લોકતંત્રને મજબૂત કર્યું છે.

ઇમરાન ખાને કહ્યું કે તેઓ પ્રધાનમંત્રી આવાસમાં નહિ રહે. પ્રધાનમંત્રી આવાસમાં રહેવા પાર એમને શરમ આવશે.

66296 imrankhanjpg 1524815501 e1532614273635 જીત બાદ ઇમરાન ખાન બોલ્યા : ભારત સાથે સારા સંબંધો અને વાતચીત માટે આગળ વધવા માંગુ છું...

ભારતનો ઉલ્લેખ કરતા ઇમરાને કહ્યું કે હિન્દુસ્તાન માં મને બોલિવૂડનો વિલન દેખાડવામાં આવ્યો છે. હું હિન્દુસ્તાન ને ખુબ સારી રીતે જાણું છું. કાશ્મીર એક મોટી સમસ્યા છે. આ મામલાને હલ કરવો જરૂરી છે. હું ઈચ્છું છું કે ભારત સાથે સારા સંબંધો હોય. અને વાતચીતને આગળ વધારવા માંગુ છું.

વિપક્ષ તરફથી લગાવવામાં આવેલા ચૂંટણીમાં ગેરરીતિઓના આક્ષેપોનું ઇમરાન ખાને ખંડન કર્યું હતું.