Not Set/ ભારતીય કેપ્ટન કોહલીએ સ્મિથને પછાડી ટેસ્ટ રેન્કિંગમાં હાંસલ કર્યું પ્રથમ સ્થાન

નવી દિલ્હી, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનો ૩૧ રને પરાજય થયો હતો. ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા ૧૯૪ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ ૧૬૨ રન જ બનાવી શકી હતી. પરંતુ આ ટેસ્ટ મેચની હાર બાદ પણ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. KOHLI IS NO.1@imVkohli has overtaken […]

Top Stories Trending Sports
Dj0IOMaUcAUz8Sm ભારતીય કેપ્ટન કોહલીએ સ્મિથને પછાડી ટેસ્ટ રેન્કિંગમાં હાંસલ કર્યું પ્રથમ સ્થાન

નવી દિલ્હી,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનો ૩૧ રને પરાજય થયો હતો. ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા ૧૯૪ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ ૧૬૨ રન જ બનાવી શકી હતી. પરંતુ આ ટેસ્ટ મેચની હાર બાદ પણ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી છે.

વિરાટ કોહલીએ બર્મિઘમમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન બાદ ICC દ્બારા જાહેર કરાયેલા ટેસ્ટ રેન્કિંગમાં કોહલી દુનિયાના નંબર ૧ બેટ્સમેન બની ગયા છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટિવ સ્મિથને હરાવી આ સિદ્ધી હાંસલ કરી છે.

મહત્વનું છે કે, વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં અનુક્રમે ૧૪૯ અને ૫૧ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

ICC દ્વાર જાહેર રેન્કિગમાં ભારતીય કેપ્ટન કોહલીએ ૯૩૪ રેટિંગ પોઈન્ટ સાથે નંબર ૧નું સ્થાન હાંસલ કર્યું છે, જયારે બોલ ટેમ્પરિંગ મામલે ૧ વર્ષનો પ્રતિબંધ કરાયેલા કાંગારું ખેલાડી સ્મિથ ૯૨૯ પોઈન્ટ સાથે બીજા ક્રમાંકે સરક્યા છે.

બીજી બાજુ વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમ તરફથી પણ સૌથી વધુ ૯૩૪ રેટિંગ પોઈન્ટ હાંસલ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. આ પહેલા પૂર્વ કેપ્ટન સુનિલ ગવાસ્કરે ૧૯૭૯માં ૯૧૬ પોઈન્ટ હાંસલ કર્યાં હતા.

આ ઉપરાંત કોહલી ટેસ્ટ રેન્કિંગમાં નંબર એકનું સ્થાન હાંસલ કરનાર ભારતના સાતમાં ખેલાડી છે. આ પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, સુનિલ ગવાસ્કર, રાહુલ દ્રવિડ, વીરેન્દ્ર સહેવાગ, દિલીપ વેંગસરકર અને ગૌતમ ગંભીર આ ઉપલબ્ધિ હાંસલ કરી ચુક્યા છે.

ટેસ્ટના ટોપ ૫ બેટ્સમેન :

બેટ્સમેન                         રેટિંગ પોઈન્ટ

૧. વિરાટ કોહલી  (ભારત)   –           ૯૩૪

૨. સ્ટિવ સ્મિથ  (ઑસ્ટ્રેલિયા)  –       ૯૨૯

૩. જૉ રુટ   (ઈંગ્લેન્ડ)    –             ૮૬૫

૪. કેન વિલિયમ્સન  (ન્યુઝીલેન્ડ)  –   ૮૪૭

૫. ડેવિડ વોર્નર   (ઓસ્ટ્રેલિયા)  –   ૮૨૦