National/ સુરક્ષા અને સ્થિરતા માટે સહયોગ જરૂરી, ઇન્ડિયા-સેન્ટ્રલ એશિયા સમિટમાં બોલ્યા વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રીએ કહ્યું કે બીજો ઉદ્દેશ્ય આપણા સહયોગને એક અસરકારક માળખુ આપવાનો છે.. આનાથી વિભિન્ન સ્તરો પર અને વિભિન્નહોલ્ડર્સ વચ્ચે નિયમિત સંપર્કનું એક માળખુ સ્થાપિત કરવાનો રહેશે

Top Stories India
Untitled 86 સુરક્ષા અને સ્થિરતા માટે સહયોગ જરૂરી, ઇન્ડિયા-સેન્ટ્રલ એશિયા સમિટમાં બોલ્યા વડાપ્રધાન મોદી

ઇન્ડિયા-સેન્ટ્રલ એશિયા સમિટને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે ક્ષેત્રીય સુરક્ષા માટે આપણા સૌની ચિંતાઓ અને ઉદ્દેશ્ય એક સમાન છે..અફઘાનિસ્તાનના ઘટનાક્રમથી આપણે સૌ ચિંતિત છે. આ સંદર્ભમાં પણ આપણો આંતરિક સહયોગ, ક્ષેત્રીય સુરક્ષા અને સ્થિરતા માટે વધુ મહત્વપૂર્ણ બન્યો છે..

ઇન્ડિયા-સેન્ટ્રલ એશિયા સમિટને લઇને પીએમ મોદીએ કહ્યું કે આ સમિટના મુખ્ય ત્રણ ઉદ્દેશ છે.. પહેલો ઉદ્દેશ એ સ્પષ્ટ કરવું કે ભારત અને સેન્ટ્રલ એશિયાનો આંતરિક સહયોગ ક્ષેત્રીય સુરક્ષા અને સમૃદ્ધિ માટે અનિવાર્ય છે.. તેમણે વધુમાં કહ્યું કે હું એ સ્પષ્ટ કરવા માંગીશ કે ભારત માટે પડોશી દેશો સાથેના સંબંધોને વધુ સુમેળ બનાવવા માટેના ભારતના વિઝનનું એક કેન્દ્ર છે…

પ્રધાનમંત્રીએ કહ્યું કે બીજો ઉદ્દેશ્ય આપણા સહયોગને એક અસરકારક માળખુ આપવાનો છે.. આનાથી વિભિન્ન સ્તરો પર અને વિભિન્ન
હોલ્ડર્સ વચ્ચે નિયમિત સંપર્કનું એક માળખુ સ્થાપિત કરવાનો રહેશે.. અને ત્રીજો ઉદ્દેશ આપણા સહયોગ માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ બનાવવાનો છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે સેન્ટ્રલ એશિયાઇ દેશોના ડિપ્લોમેટિક સંબંધોએ 30 સાર્થક વર્ષ પૂર્ણ કર્યા છે. છેલ્લા ત્રણ દાયકાના આપણા સહયોગે અનેક સફળતાઓ પ્રાપ્ત કરી છે, અને હવે આ મહત્વપૂર્ણ પડાવ પર આપણે આવનારા વર્ષો માટે પણ એક મહત્વાકાંક્ષી વિઝન પરિભાષિત કરવું જોઇએ