Not Set/ કિમ જોંગ ઉને સિંગાપુરમાં માંગી એટલી મોંઘી હોટલ, કે કિંમત જાણીને તમે ચોકી જશો

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની ૧૨ જૂનના રોજ સિંગાપુરમાં થનારી મુલાકાત અંગે અનેક અટકળો સામે આવી રહી હતી. જો કે ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વધુ એકવાર પૃષ્ટિ કરવામાં આવી છે કે, ૧૨ જૂનના રોજ કિમ સાથે તેઓની ઐતિહાસિક મુલાકાત થશે. પરંતુ હવે અમેરિકા સામે આ મુલાકાત પહેલા વધુ […]

World
donald trump kim jong un ap mt કિમ જોંગ ઉને સિંગાપુરમાં માંગી એટલી મોંઘી હોટલ, કે કિંમત જાણીને તમે ચોકી જશો

વોશિંગ્ટન,

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની ૧૨ જૂનના રોજ સિંગાપુરમાં થનારી મુલાકાત અંગે અનેક અટકળો સામે આવી રહી હતી. જો કે ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વધુ એકવાર પૃષ્ટિ કરવામાં આવી છે કે, ૧૨ જૂનના રોજ કિમ સાથે તેઓની ઐતિહાસિક મુલાકાત થશે.

પરંતુ હવે અમેરિકા સામે આ મુલાકાત પહેલા વધુ એક દુવિધા ઉભી થઇ છે. હકીકતમાં, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને સિંગાપુરમાં એક એવી હોટલમાં પોતાની રહેવાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જે હોટલનું એક દિવસનું ભાડું ૬ હજાર ડોલર એટલે કે ૪ લાખ રૂપિયાથી પણ વધુ હોય.

આ વધુ ભાડા અંગે અમરિકા માટે દુવિધા ઉભી થવાનો સવાલ વ્યાજબી કારણ કે, આ હોટલનું ભાડું કિમને નહિ પણ અમેરિકાને ચૂકવવાનું છે.

“વોશિંગ્ટન પોસ્ટ”ના એક રિપોર્ટ અનુસાર, વાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ જો હૈગનિ અને કિમ જોંગના ચીફ ઓફ સ્ટાફકિમ ચાંગ સનની બેઠકના ૧૦ દિવસ પહેલા સિંગાપુરમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી ચૂકી છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ઉત્તર કોરિયાઈ નેતાએ આ મુલાકાત દરમિયાન સિંગાપુરની ફાઈવ સ્ટાર ફૂલરટન હોટલમાં રોકવાની માંગ કરી છે, સાથે સાથે આ હોટલનું ભાડું બીજા કોઈને ચુકવવા માટે પણ માંગણી કરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ ફાઈવ સ્ટાર હોટલનું નિર્માણ ૧૯૨૮માં કરવામાં આવ્યું છે. આ હોટલ સિંગાપુરમાં નદી પર બનેલી છે અને આ શહેરની સૌથી અલગ હોટલ પણ માનવામાં આવે છે.