Not Set/ ભારત પહેલા આ દેશોમાં પણ લાગુ કરવામાં આવી ચુકી છે સ્વાસ્થ્ય વીમા યોજના

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય માટેની સુરક્ષા યોજના “આયુષ્માન ભારત”ની શરુઆત કરાવવામાં આવી છે. રવિવારે પીએમ મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી આ મહત્વકાંક્ષી યોજનાની શરૂઆત કરાવી હતી. આ સાથે જ “આયુષ્માન ભારત” યોજનાનો લાભ દેશના કુલ ૧૦.૭૪ કરોડ પરિવારોના ૫૦ કરોડથી વધુ લોકોને મળશે. પીએમ મોદી દ્વારા શરુ કરવામાં આવેલી “આયુષ્માન ભારત” […]

World Trending
images4 1 1 ભારત પહેલા આ દેશોમાં પણ લાગુ કરવામાં આવી ચુકી છે સ્વાસ્થ્ય વીમા યોજના

નવી દિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય માટેની સુરક્ષા યોજના “આયુષ્માન ભારત”ની શરુઆત કરાવવામાં આવી છે. રવિવારે પીએમ મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી આ મહત્વકાંક્ષી યોજનાની શરૂઆત કરાવી હતી.

આ સાથે જ “આયુષ્માન ભારત” યોજનાનો લાભ દેશના કુલ ૧૦.૭૪ કરોડ પરિવારોના ૫૦ કરોડથી વધુ લોકોને મળશે. પીએમ મોદી દ્વારા શરુ કરવામાં આવેલી “આયુષ્માન ભારત” યીજના હેઠળ પ્રત્યેક પરિવારને વાર્ષિક પાંચ લાખ રૂપિયાનું સુરક્ષા કવચ મળશે. આ યોજનાથી દેશના ૧૦ કરોડ પરિવારોના લોકો સરકારી તેમજ નક્કી કરવામાં આવેલી પ્રાઈવેટ હોસ્પિટલમાં લાભ ઉઠાવી શકશે.

જો કે આ પહેલા દુનિયાના ઈ દેશોમાં પણ આ પ્રકારની યોજના લાગુ કરવામાં આવી ચુકી છે.

૧. જર્મની :

દુનિયામાં યુનિવર્સલ હેલ્થ સ્કીમની વાત કરવામાં આવે તો સૌથી પહેલા જર્મનીમાં ૧૮૮૩માં શરુ કરવામાં આવી હતી. જર્મનીમાં આ સ્કીમને લઈ સિકનેસ ઇન્શ્યોરન્સ લો બનાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ કંપનીઓ માટે અનિવાર્ય કરવામાં આવ્યું હતું કે, ઓછી મજૂરીવાળા લોકોની બીમારી માટે વીમો આપવામાં આવશે.

જર્મનીમાં આ વીમાના ફંડ માટે “સિક ફંડ” બનાવાયું હતું. આ ફંડમાં કંપનીના માલિક અને મજૂરોએ પૈસા જમા કરવાના હોય છે.

૨. યુનાઇટેડ કિંગડમ :

બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાભરમાં યુનિવર્સલ હેલ્થ કેયર સિસ્ટમની સ્થાપના થવા માંડી હતી. આ દરમિયાન ૫ જુલાઈ, ૧૯૪૮ના રોજ યુનાઈટેડ કિંગડમ દ્વારા પોતાની યુનિવર્સલ નેશનલ સર્વિસ લોન્ચ કરી હતી.

૩. નોર્ડિક દેશોમાં પણ આ સ્કીમ કરાઈ લોન્ચ

યુનાઈટેડ કિંગડમ પછી નોર્ડિક દેશો સ્વીડન (૧૯૫૫), આઇસલેન્ડ (૧૯૫૬), નોર્વે (૧૯૫૬), ડેનમાર્ક (૧૯૬૧) અને ફિનલેન્ડ (૧૯૬૪)માં યુનિવર્સલ હેલ્થ કેયર સિસ્ટમ લોન્ચ કરવામાં આવી હતી.

૪. જાપાન અને કેનેડા :

ત્યારબાદ જાપાન દ્વારા ૧૯૬૧માં હેલ્થ કેયર સિસ્ટમ લોન્ચ કરાઈ હતી. જયારે કેનેડામાં ૧૯૭૨ સુધીમાં દેશભરમાં યુનિવર્સલ હેલ્થ કવરેજ લોન્ચ કરાયું હતું.