Not Set/ મહાત્મા ગાંધીના પત્રની અમેરિકામાં આટલા રૂપિયામાં થઇ નીલામી

નવી દિલ્હી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા લખવામાં આવેલો વિના કોઈ તિથી વગરનો એક પત્ર અમેરિકામાં ૪.૫ લાખ રૂપિયામાં વેચાયો છે. આ જાણકારી અમેરિકાના આર આર ઓક્શન દ્વારા આપવામાં આવી છે. આ ઓક્શન હાઉસ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “પત્ર ગુજરાતી ભાષામાં લખેલો છે અને આ યશંવત પ્રસાદ નામના એક વ્યક્તિને સંબોધિત છે. ગાંધીજીના […]

World
78 Famous Mahatma Gandhi Quotes મહાત્મા ગાંધીના પત્રની અમેરિકામાં આટલા રૂપિયામાં થઇ નીલામી

નવી દિલ્હી,

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા લખવામાં આવેલો વિના કોઈ તિથી વગરનો એક પત્ર અમેરિકામાં ૪.૫ લાખ રૂપિયામાં વેચાયો છે. આ જાણકારી અમેરિકાના આર આર ઓક્શન દ્વારા આપવામાં આવી છે.

આ ઓક્શન હાઉસ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “પત્ર ગુજરાતી ભાષામાં લખેલો છે અને આ યશંવત પ્રસાદ નામના એક વ્યક્તિને સંબોધિત છે.

2fe28e 73f98529c5424e5b8d7a8a1bcb870b3a mv2 મહાત્મા ગાંધીના પત્રની અમેરિકામાં આટલા રૂપિયામાં થઇ નીલામી
world-mahatma-gandhi-letter-sold-r r-auction-price-america

ગાંધીજીના આ પત્રમાં ચરખાના મહત્વ પાર જોર આપવામાં આવ્યું છે. આ પત્રમાં તેઓએ ઉલ્લેખ કર્યો છે કે, “અમને મિલો તરફથી જે આશાઓ હતી તે જ થયું છે”. પરંતુ જે તમે કહેતા હોય તે યોગ્ય છે, ત્યારે તમામ એ વાત પાર નિર્ભર કરતું હોય છે”

મહાત્મા ગાંધી દ્વારા ચરખા અંગે કરવામાં આવેલો ઉલ્લેખ અસાધારણ રૂપથી મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓએ ચરખાને આર્થિક આઝાદીના પ્રતિક તરીકે અપનાવ્યો હતો.

સ્વતંત્રતા આંદોલન દરમિયાન ગાંધીજીએ ભારતીયોને ચરખા અંગે પ્રોત્સાહિત કર્યા હતા કે, “સ્વતંત્રતા માટે ભારતીય આંદોલનના સમર્થનમાં પ્રતિદિન ખાદી કાતવામાં કાઢે”.