Not Set/ 22 વર્ષથી એમેઝોનના જંગલોમાં એકલો રહે છે આ શખ્સ…. અહીં જાણો કારણ

એમેઝોનના જંગલો માંથી એક એવા શખ્સનો  વીડિયો સામે આવ્યો છે જે 22 વર્ષથી અહીં એકલો રહીને જીવન વ્યતીત કરી રહ્યો છે. ખબર મુજબ આ વ્યક્તિના સાથીઓની 1995માં જમીન લઇ લેવાના ઇરાદે ખેડૂતો અને માફિયા દ્વારા હત્યા કરવામાં આવી હતી. બ્રાઝિલના રોન્ડોનીયા રાજ્યના સરકારી અધિકારીઓ પાસે રહેલા આ વીડિયોમાં છેલ્લા કેટલાક દશકોથી જંગલમાં એકલા રહેતો આ શખ્સ અર્ધનગ્ન […]

Top Stories World
22 વર્ષથી એમેઝોનના જંગલોમાં એકલો રહે છે આ શખ્સ.... અહીં જાણો કારણ

એમેઝોનના જંગલો માંથી એક એવા શખ્સનો  વીડિયો સામે આવ્યો છે જે 22 વર્ષથી અહીં એકલો રહીને જીવન વ્યતીત કરી રહ્યો છે. ખબર મુજબ આ વ્યક્તિના સાથીઓની 1995માં જમીન લઇ લેવાના ઇરાદે ખેડૂતો અને માફિયા દ્વારા હત્યા કરવામાં આવી હતી.

hqdefault 4 22 વર્ષથી એમેઝોનના જંગલોમાં એકલો રહે છે આ શખ્સ.... અહીં જાણો કારણ

બ્રાઝિલના રોન્ડોનીયા રાજ્યના સરકારી અધિકારીઓ પાસે રહેલા આ વીડિયોમાં છેલ્લા કેટલાક દશકોથી જંગલમાં એકલા રહેતો આ શખ્સ અર્ધનગ્ન હાલતમાં કુહાડીથી ઝાડ કાપતો નજરે ચડે છે. ખબર મુજબ આ વ્યક્તિ પહેલી વાર 1998માં કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. આ શખ્સ એમેઝોનના જંગલોમાં એક નાની ઝૂંપડી બનાવીને રહે છે. અને એનો મોટા ભાગનો સમય સુઅરો, વાંદરાઓ અને પક્ષીઓનો શિકાર કરવામાં વીતે છે.

એક અનુમાન મુજબ એમેઝોનમાં હાલમાં કુલ 113 ટ્રાઈબ છે. જેમાં 27 વિષે એક્સપર્ટ જાણી ચુક્યા છે. જણાવી દઈએ કે એમેઝોન દુનિયાના સૌથી ખતરનાક જંગલો માંનું એક છે. અહીંની જમીનના કબ્જા માટે 1970-80ના દશકમાં ખેડૂતો અને ભૂ માફિયા દ્વારા ત્યાં રહેતી ટ્રાઈબ પર હુમલો કરીને મોટી સંખ્યામાં લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. સરકારી આંકડાઓ મુજબ છેલ્લે 1995માં આવા હુમલાઓ થયા હતા.