Not Set/ પિતા નવાઝ શરીફને મળવા જેલ પહોંચેલી મરિયમ નવાઝની NAB એ કરી ઘરપકડ

પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની પુત્રી અને પાકિસ્તાન મુસ્લિમ લીગના અધ્યક્ષ મરિયમ નવાઝની એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની મીડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મરિયમને ચૌધરી શુગર મિલ કેસમાં તપાસ એજન્સીએ ધરપકડ કરી છે. મરિયમની જયારે તેમના પિતાને મળવા કોટ લખપત જેલમાં ગઈ ત્યારે તેની ઘરપકડ કરવામાં આવી હતી.. એનએબીએ […]

Top Stories
aaaaaw 6 પિતા નવાઝ શરીફને મળવા જેલ પહોંચેલી મરિયમ નવાઝની NAB એ કરી ઘરપકડ

પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની પુત્રી અને પાકિસ્તાન મુસ્લિમ લીગના અધ્યક્ષ મરિયમ નવાઝની એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની મીડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

મરિયમને ચૌધરી શુગર મિલ કેસમાં તપાસ એજન્સીએ ધરપકડ કરી છે. મરિયમની જયારે તેમના પિતાને મળવા કોટ લખપત જેલમાં ગઈ ત્યારે તેની ઘરપકડ કરવામાં આવી હતી.. એનએબીએ બપોરે 3 વાગ્યે મરિયમને હાજર થવા માટે કહ્યું હતું

મળતી માહિતી મુજબ મરિયમને એક પ્રશ્નાવલી આપવામાં આવી હતી અને આ પ્રશ્નો ચૌધરી સુગર મિલને લગતા હતા. આ બધા પ્રશ્નોનો જવાબ ગુરુવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં મરિયમએ આપવાનો હતો. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મરિયમને એનએબી હેડક્વાર્ટર લઈ જવામાં આવી છે.

એનએબીએ તેને રજૂ નહીં થવા માટે વોરંટ જારી કરી દીધું હતું. અગાઉ તે 31 જુલાઇએ એનએબીમાં હાજર થઈ હતી, તે સમયે તેણે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. ઉલ્લખનીય છે કે તેણે ચૌધરી સુગર મિલમાં શંકાસ્પદ બિઝનેસ લેણદેણ અંગે આ નિવેદન આપ્યું હતું. આ મિલમાં મરિયમના સૌથી વધુ શેર છે.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મરિયમની ધરપકડનો મામલો રાષ્ટ્રીય સભાની કાર્યવાહીમાં ઉઠાવ્યો છે. એક ન્યુઝ ચેનલને બિલાવલે કહ્યું હતું કે, “આ નવા પાકિસ્તાનમાં તમે મરિયમને કોઈ પણ ગુના વિના ધરપકડ કરી છે.” જ્યારે પીએમ ઇમરાન ખાનના ખાસ સહયોગી શાહજાદ અકબરે બુધવારે કહ્યું હતું કે શરીફ પરિવારે આ પદ સંભાળ્યું છે. સુગર મિલનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.