ઉત્તર પ્રદેશનાં ફિરોઝાબાદમાં એક ભયાનક અકસ્માત થયો હોવાનુ સામે આવ્યુ છે. આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા 14 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 31 લોકો ઘાયલ થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર એક્સપ્રેસ વે પર પાર્ક કરેલી ટ્રક સાથે ખાનગી બસની ટક્કર થઈ હતી અને જેમા 31 લોકો ઘાયલ થયા હતા.
આ અકસ્માત આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર રાત્રે 10 વાગ્યે થયો હતો, જ્યાં મુસાફરોથી ભરેલી બસ રસ્તાની બાજુમાં પાર્ક 22-વ્હીલ ટ્રોલી સાથે અથડાઈ હતી. બસ ચાલકનો કાબૂ બગડતાં બસ અનિયંત્રિત થઇ અને ટ્રોલીને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનાં પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. બસની બારીઓનાં ગ્લાસ દૂર મળી આવ્યા હતા.
ભયાનક માર્ગ અકસ્માતની જાણ થતાં જ પોલીસ સ્ટેશનથી પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બચાવ અને રાહત કામગીરી તાત્કાલિક શરૂ થઈ હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક બસમાંથી બહાર કાઠવામાં આવ્યા હતા અને સૈફઇનાં મીની પીજીઆઈમાં દાખલ કરાયા હતા. મળતી માહિતી મુજબ બસ દિલ્હીથી મોતીહારી (બિહાર) જઇ રહી હતી. ફિરોઝાબાદનાં ભદાન ગામ નજીક ખાનગી ડબલ ડેકર બસ નંબર UP53FT4629 બેકાબૂ થઈ ગઈ હતી અને પાછળથી રસ્તા પર પાર્ક કરેલી 22 પૈડાની ટ્રોલીને ટક્કર મારી હતી. ટ્રોલી નંબર UP22AT3074 છે. પંચર થયુ હોવાને કારણે તે રસ્તાની બાજુમાં ઉભી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. જેસીબીની મદદથી બસને રસ્તા પરથી હટાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.