Not Set/ ક્રાઇસ્ટચર્ચ મસ્જિદ હુમલો: 5 ભારતીયોના થયા મોત, મૃતકોની સંખ્યા વધીને 50 થઇ

ન્યૂઝીલેન્ડ, ન્યૂઝીલેન્ડની ક્રાઇસ્ટચર્ચમાં શુક્રવારે બે મસ્જિદોમાં થયેલ ફાયરિંગમાં મરનારા લોકોની સંખ્યા વધીને 50 થઈ ગઈ ચુકી છે. આ દુખદ અકસ્માતમાં 5 ભારતીયો મૃત્યુ પામ્યા છે. ટ્વીટર હેન્ડલ ‘ઇન્ડિયા ઇન ન્યૂઝીલેન્ડ’ અનુસાર જે પાંચ ભારતીયોના મૃત્યુ થયા છે તેમાં મહબૂબ ખોખર, રમીજ વોરા, આસિફ વોરા, અંસી અલીબાવા અને ઓઝેર કાદિરના નામો છે. ક્રાઈસ્ટચર્ચના પોલીસ કમિશનર માઇક […]

Top Stories World Trending
AM ક્રાઇસ્ટચર્ચ મસ્જિદ હુમલો: 5 ભારતીયોના થયા મોત, મૃતકોની સંખ્યા વધીને 50 થઇ

ન્યૂઝીલેન્ડ,

ન્યૂઝીલેન્ડની ક્રાઇસ્ટચર્ચમાં શુક્રવારે બે મસ્જિદોમાં થયેલ ફાયરિંગમાં મરનારા લોકોની સંખ્યા વધીને 50 થઈ ગઈ ચુકી છે. આ દુખદ અકસ્માતમાં 5 ભારતીયો મૃત્યુ પામ્યા છે. ટ્વીટર હેન્ડલ ‘ઇન્ડિયા ઇન ન્યૂઝીલેન્ડ’ અનુસાર જે પાંચ ભારતીયોના મૃત્યુ થયા છે તેમાં મહબૂબ ખોખર, રમીજ વોરા, આસિફ વોરા, અંસી અલીબાવા અને ઓઝેર કાદિરના નામો છે.

ક્રાઈસ્ટચર્ચના પોલીસ કમિશનર માઇક બુશે જણાવ્યું હતું કે ક્રિસ્ટચર્ચની બંને મસ્જિદોથી લાશોને હટાવા દરમિયાન એક અન્ય મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી મૃતકની સંખ્યા વધીને 50 થઈ ગઈ. તેમણે કહ્યું કે 36 અન્ય લોકો હોસ્પિટલમાં છે. ઉલ્લેખનીય છે કે બ્રેન્ટન ટેરેંટએ જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદો પર હુમલો કરવામાં આવ્યું હતો.

બુશે જણાવ્યું હતું કે આ હુમલાના સમયે પોલીસ ઘેરાબંધી દરમિયાન ધરપકડ કરવામાં આવેલા બે શંકાસ્પદ લોકો આ હુમલાથી સીધા જ સંબંધિત નહોતા. બે શંકાસ્પદમાંથી એક મહિલા છે. તેને છોડવામાં આવી છે અને અન્ય શંકાસ્પદ કારમાં હથીયારો મળ્યા છે, તેથી જ તે કસ્ટડીમાં છે. તેમણે જણાવ્યું હતું કે કેસમાં ધરપકડ કરાયેલા અન્ય વ્યક્તિને સોમવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે. જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે તે ફાયરિંગમાં સામેલ નહોતો. બુશે ટેરેંટનો ઉલ્લેખ કરતા કહ્યું, “હાલ હુમલાના સંબંધમાં ફક્ત એક જ વ્યક્તિ પર આરોપ લગાવવામાં આવ્યો છે.”

મૃતક ભારતીયોમાં કેરળની એક વિદ્યાર્થી અંસી અલીબાવાનો પણ સમાવેશ છે. અંસી ક્રાઇસ્ટચર્ચમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહી હતી અને તેના પતિ અબ્દુલ નાસર સાથે મસ્જિદની નજીક રહેતી હતી. જ્યાં ફાયરિંગની ઘટના બની. કોડુંગલ્લુર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ આઈએનએનેએસને જણાવ્યું હતું કે પોલીસની એક ખાસ શાખાએ આ ઘટના વિશે તેમને જાણ કરી હતી. મહિલા કોડુંગલ્લુરની રહેવાસી હતી.

પોલીસ અધિકારીએ નામ ના જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે, “તેણી ગયા વર્ષે ન્યૂઝીલેન્ડ ગયા હતા, તે અભ્યાસ કરી રહી હતી અને તેનો પતિ ત્યાં નોકરી કરી રહ્યો હતો. અમને સમાચાર મળ્યા કે ત્યાની નિવાસી એક મહિલા ફાયરિંગ ઇજાગ્રસ્ત થઇ છે.” હવે સમાચાર એ છે કે તે મૃત્યુ પામી છે. ‘