Not Set/ ચીન : આવનારા આઠ વર્ષોમાં આખી દુનિયાને આપશે ફ્રી વાઈફાઈ, ૨૭૨ ઉપગ્રહ કરશે લોન્ચ

ચીન ટેક્નોલોજીના મામલે દુનિયાભરને ટક્કર આપવામાં ક્યારેય કોઈ કચાસ નથી છોડતું. હાલમાં જ ચીને એક અભૂતપૂર્વ જાહેરાત કરી છે. વર્ષ ૨૦૨૬ સુધી ચીન દુનિયાભરને ફ્રી વાઈફાઈ આપશે તેવી ઘોષણા ચીને કરી છે. ચીનની કંપની લીંકશ્યોર અનુસાર આવનારા આઠ વર્ષોમાં અંતરીક્ષમાં ૨૭૨ ઉપગ્રહ મોકલવામાં આવશે. આ ૨૭૨ ઉપગ્રહની મદદથી દુનિયાભરને ફ્રી વાઈફાઈ મળશે. આ ટેક્નોલોજીને લીધે […]

Top Stories World Trending Tech & Auto
wifi ચીન : આવનારા આઠ વર્ષોમાં આખી દુનિયાને આપશે ફ્રી વાઈફાઈ, ૨૭૨ ઉપગ્રહ કરશે લોન્ચ

ચીન ટેક્નોલોજીના મામલે દુનિયાભરને ટક્કર આપવામાં ક્યારેય કોઈ કચાસ નથી છોડતું. હાલમાં જ ચીને એક અભૂતપૂર્વ જાહેરાત કરી છે.

વર્ષ ૨૦૨૬ સુધી ચીન દુનિયાભરને ફ્રી વાઈફાઈ આપશે તેવી ઘોષણા ચીને કરી છે.

ચીનની કંપની લીંકશ્યોર અનુસાર આવનારા આઠ વર્ષોમાં અંતરીક્ષમાં ૨૭૨ ઉપગ્રહ મોકલવામાં આવશે. આ ૨૭૨ ઉપગ્રહની મદદથી દુનિયાભરને ફ્રી વાઈફાઈ મળશે.

આ ટેક્નોલોજીને લીધે એવા એવા લોકોને લાભ થશે કે જે લોકો ઇન્ટરનેટથી સગવળતાથી વંચિત છે. કેટલાક દુર્ગમ અને બરફવાળા પ્રદેશોમાં ઇન્ટરનેટની સુવિધા નથી હોતી જ્યાં આ ટેક્નોલોજીથી લાભ થઇ શકે છે.

યુનાઈટેડ નેશન્સ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ૨૦૧૭ના અંત સુધીમાં આશરે દુનિયાભરમાં પોણા ચાર મિલિયન લોકો એવા છે કે જે લોકો ઈન્ટરનેટની સુવિધાથી વંચિત છે.ભારતમાં પણ ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં મોબાઈલના નેટવર્ક પહોચ્યા નથી. ચીનની કંપનીએ દાવો કર્યો છે કે આઠ વર્ષોમાં તે આખી દુનિયાને ફ્રી વાઈફાઈ પહોચાડશે.