Not Set/ સાઉદી અરબમાં સોશિયલ મીડિયામાં મજાક ઉડાવવી પડશે ભારે, જાણો શું છે સજાનું પ્રાવધાન

રિયાદ, સાઉદી અરબ હંમેશા પોતાના સખ્ત કાયદાઓ માટે જાણીતું છે, ત્યારે હવે સોશિયલ મીડિયા કે સરકાર પર મજાક કે આલોચનાઓ કરવી મોંધુ પડી શકે છે અને આ માટે તમારે જેલ પણ જવું પડી શકે છે. સાઉદી અરબ સરકાર દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું હતું કે, “ઓનલાઈન સોશિયલ મીડિયામાં વ્યંગ કે મજાક દ્વારા કોઈ પબ્લિક ઓર્ડરને નુકશાન […]

World Trending
soc mar સાઉદી અરબમાં સોશિયલ મીડિયામાં મજાક ઉડાવવી પડશે ભારે, જાણો શું છે સજાનું પ્રાવધાન

રિયાદ,

સાઉદી અરબ હંમેશા પોતાના સખ્ત કાયદાઓ માટે જાણીતું છે, ત્યારે હવે સોશિયલ મીડિયા કે સરકાર પર મજાક કે આલોચનાઓ કરવી મોંધુ પડી શકે છે અને આ માટે તમારે જેલ પણ જવું પડી શકે છે.

સાઉદી અરબ સરકાર દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું હતું કે, “ઓનલાઈન સોશિયલ મીડિયામાં વ્યંગ કે મજાક દ્વારા કોઈ પબ્લિક ઓર્ડરને નુકશાન પહોચાડનારા લોકો હવેથી સજાના હકદાર હશે. આ માટે સરકાર દ્વારા આરોપીને ૫ વર્ષ સુધીની જેલની સજા પણ ભોગવી પડી શકે છે.

સરકાર દ્વારા કહેવામાં આવ્યું, ‘સોશિયલ મીડિયા પર સાર્વજનિક વ્યવસ્થા અને ધાર્મિક ભાવનાને દુભાવતા કે મજાક ઉડાવવા અંગેના કન્ટેન્ટ લખવું તેમજ તેઓને આ પ્રકારના કાર્યો કરવા માટે ઉપસાવવું એ સાઈબર ક્રાઈમ માટે દોષી માનવામાં આવશે. સાથે સાથે આરોપીઓને ૫ વર્ષની સજા તેમજ ૮,૦૦,૦૦૦ ડોલરનો દંડ પણ ભરવો પડશે.

મહત્વનું છે કે, સાઉદી આરબના કિંગ બિન સુલતાન ઘણા સમૂહ અને કાર્યકર્તાઓ દ્વારા માનવઅધિકાર અને રાજનૈતિક અસહમતી રાખવાવાળા લોકોને નિશાન બનાવવાના આરોપમાં આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો.

જો કે દેશના બીજા લોકો દ્વારા આ નિર્ણયને વ્યક્તિની અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ખતરો જણાવી રહ્યા છે.