Not Set/ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પાકિસ્તાની દુલ્હન, સોનાના બદલે ટામેટાના દાગીના પહેર્યા

પાડોશી દેશ પાકિસ્તાનમાં ટામેટાના ભાવમાં વધારો થયો છે. સમાચારો અનુસાર, પાકિસ્તાનમાં ટમેટાના દર આજકાલ વધીને 300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે અને સામાન્ય માણસ ટામેટા વિના જીવે છે. ટામેટાં આટલા મોંઘા થયા પછી, લાહોરની એક કન્યાએ તેના લગ્નમાં સોના-ચાંદીના દાગીનાની બદલામાં ટામેટા આભૂષણ પહેરીને ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. ટામેટાના હાર, ટમેટાના એરિંગ્સ અને બંગડી પહેરીને દુલ્હનનો જે […]

World
maya 26 સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પાકિસ્તાની દુલ્હન, સોનાના બદલે ટામેટાના દાગીના પહેર્યા

પાડોશી દેશ પાકિસ્તાનમાં ટામેટાના ભાવમાં વધારો થયો છે. સમાચારો અનુસાર, પાકિસ્તાનમાં ટમેટાના દર આજકાલ વધીને 300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે અને સામાન્ય માણસ ટામેટા વિના જીવે છે. ટામેટાં આટલા મોંઘા થયા પછી, લાહોરની એક કન્યાએ તેના લગ્નમાં સોના-ચાંદીના દાગીનાની બદલામાં ટામેટા આભૂષણ પહેરીને ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. ટામેટાના હાર, ટમેટાના એરિંગ્સ અને બંગડી પહેરીને દુલ્હનનો જે વીડિયો બનાવવામાં આવ્યો છે તે સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ પાકિસ્તાનની મોંધવારીને લઈને મજા માણી રહ્યા છે.

નાયલા ઇનાયત લાહોરની રહેવાસી છે. નાયલાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોતાને પત્રકાર અને દક્ષિણ એશિયાના સંવાદદાતા ગણાવ્યા છે. નાયલા તેમના લગ્ન પર ટમેટાના દાગીના પહેરીને પોતાનો વિડીયો બનાવ્યો છે. વિડીયોમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે એક પત્રકાર નાયલા સાથે ટમેટા ઘરેણાંને લઈને વાતચીત કરી રહ્યો છે. નાયલા જણાવી રહી છે કે તેના પરિવારે દહેજમાં સોના-ચાંદીના બદલે ટામેટાંની ત્રણ પેટી મોકલી છે. ટામેટાં પાકિસ્તાનમાં એટલા મોંઘા થઈ ગયા છે કે હવે લગ્નોત્સવમાં દહેજની જગ્યાએ ટામેટાં આપવામાં આવી રહ્યા છે અને નવવધૂઓ સોનાને બદલે ટામેટાં પહેરે છે જેથી જોનારાની આંખો ચકિત થઈ જાય.

https://twitter.com/nailainayat/status/1196512658440278018

આટલું જ નહીં, નાયલાએ આ પત્રકારને જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં ટામેટા તેમજ ચિલાગોજેના દરમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેથી વિદેશમાં રહેતા તેના પરિવારના સભ્યોએ શગુનના નામે ચિલાગોજે મોકલ્યા છે.

જો કે, જે રીતે વિડીયો બનાવવામાં આવ્યો છે તે સ્પષ્ટ છે કે તે સરકાર પર કટાક્ષ અને વ્યંગ્ય તરીકે બનાવવામાં આવ્યો છે અને તેથી જ તે વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં વધતી મોંઘવારી અંગે યુઝર્સ કટાક્ષ કરી રહ્યા છે.

નાયલાએ અગાઉ પણ તેના ટ્વિટર એકાઉન્ટ પર પાકિસ્તાનની સત્તા પર કટાક્ષ અને વ્યંગ કર્યા હતા. વધતી મોંઘવારી અથવા કરચોરીના કિસ્સામાં, નાયલા શાસકોની ખેંચટતી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.