Not Set/ ન્યૂઝીલેન્ડ હુમલો: એક બહાદુર યુવકે હુમલાખોરો પાસેથી છીનવી લીધી બંદૂક, અનેકોને બચાવ્યા

ન્યૂઝીલેન્ડ, ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં ભયંકર હુમલામા પોતાનો જીવ બચાવનાર લોકોએ આને કમકમાટી ભર્યું જણાવ્યું. તેમણે કહ્યું કે વૃદ્ધો અને બાળકોની પરવા કર્યા વગર હત્યારાઓ બંદૂક ચલાવી રહ્યા હતા. હુમલા પહેલા, અનવર અલસલેહ પણ નમાઝની તૈયારી કરી રહ્યા હતા. અનવર એ જ મસ્જિદમાં હાજર હતા, હત્યારાએ જેને પોતાનું નિશાન બનાવ્યું હતું. જે સમયે આ હુમલો થયો, અનવરે […]

Top Stories World Trending

ન્યૂઝીલેન્ડ,

ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં ભયંકર હુમલામા પોતાનો જીવ બચાવનાર લોકોએ આને કમકમાટી ભર્યું જણાવ્યું. તેમણે કહ્યું કે વૃદ્ધો અને બાળકોની પરવા કર્યા વગર હત્યારાઓ બંદૂક ચલાવી રહ્યા હતા. હુમલા પહેલા, અનવર અલસલેહ પણ નમાઝની તૈયારી કરી રહ્યા હતા. અનવર એ જ મસ્જિદમાં હાજર હતા, હત્યારાએ જેને પોતાનું નિશાન બનાવ્યું હતું.

જે સમયે આ હુમલો થયો, અનવરે પોતાને એક બાથરૂમની અંદર છુપાવી લીધાં અને ઇમર્જન્ટ સેવાઓને ફોન કરવા લગ્યા. સ્થાનિક મીડિયાઓનું માનવામાં આવે તો હુમલાખોર મુસ્લિમો માટે અત્યંત ખરાબ વાત બોલતા હતા. તેઓ કહી રહ્યા હતા કે  ‘આજે હું તમને મારી નાખીશ.’ અનવરે જણાવ્યું કે તે બાથરૂમની અંદરથી સાંભળી શકતા હતા કે લોકો જીવ બચાવવા માટે તેને ગૌરવ લગાવી રહ્યા હતા, પરંતુ હુમલાખોરોએ ત્યાં સુધી ફાયરિંગ કરતા રહ્યા જ્યાં સુધી લોકો મૃત્યુ ના પામ્યા.

અલ-નૂર મસ્જિદથી લગભગ 5 કિલોમીટર દૂર બનેલી લાઇનવુડ એવેન્યુ મસ્જિદમાં સાત લોકો માર્યા ગયા. અહીં નમાઝ માટે આવ્યા સૈયદ મઝહરદ્દીન ન્યૂઝીલેન્ડ હેરલ્ડ જણાવ્યું હતું કે એક વ્યક્તિ બોર્ડી આર્મર અને હેલ્મેટ પહેરેલુ હતું. જેણે ફાયરિંગ શરૂ કર્યું. મસ્જિદના દરવાજા પર જ કેટલાક વૃદ્ધ લોકો નમાઝ પઢી રહ્યા હતા, તેમણે તેમના પર ગોળી ચલાવવાનું શરૂ કરી દીધું.

લાઇનવુડ મસ્જિદમાં એક જબરદસ્ત બહાદુરીનો કિસ્સો પણ સામે આવ્યો, જ્યાં સૈઇદ મઝહરદ્દીનએ કહ્યું કે એક વ્યક્તિએ હુમલાવરો સાથે મુઠભેડ પણ કરી. મઝહરદ્દીને જણાવ્યું કે તે છોકરો સામાન્ય રીતે મસ્જિદનું કામ જોવે છે. તેણે જ્યારે જોયું કે હુમલાખોરનું ધ્યાન ક્યાંક બીજે છે, તો તેને હુમલાવરોને જબરદસ્ત ધક્કો માર્યો અને તેની બંદૂક પર ઝપટી પડ્યો.તે છોકરાએ ટ્રિગર શોધવાની કોશિશ કરી, પરંતુ તેને મળ્યો નથી.ત્યારે સુધી હુમલાવરો બહાર રાહ જોઈ રહી કારમાં જઈને બેસી ગયા એન ત્યાંથી ભાગી ગયા.’

અલ-નૂર મસ્જિદમાં સંપૂર્ણ સજાને જોનાર એક સાક્ષીએ કહ્યું, “એક મહિલા ચીસો પાડી રહી હતી અને હુમલાખોર તેના ચહેરા પર સીધી ગોળી ચલાવી દીધી. ” તેણે જણાવ્યું કે હુમલાખોરે તેના પગમાં બંદૂકની મેગેઝિન બાંધી રાખી હતી. એક વ્યક્તિએ સ્થાનિક મીડિયાને કહ્યું કે આ સમયે હુમલાખોર ખૂબ શાંત જોવા મળી રહ્યા હતા.

મિરવાઇઝ નામના એક અફઘાન રેફ્યુજીએ કહ્યું કે મૃત્યુ તેને તેના સામે જોવા મળી રહ્યું હતું. જ્યારે એક ગોળી તેના માથાથી પસાર થઇ ગઈ. તેણે કહ્યું, ‘હુમલાવરોએ અમારા રૂમ તરફ ફાયરિંગ શરુ કરી દીધું. જ્યારે બંદૂકની એક ગાળી મારા માથા પાસે પસાર થઇ ત્યારે હું જમીન સુઈ ગયો. જો એક-બે સેન્ટિમીટરનો અંતર હોત તો કદાચ મને વાગી જાત. ‘ મિરવાઇઝે કહ્યું કે જ્યારે હુમલાખોરનું ધ્યાન બેજી ક્યાંક હતું તે સમયે તે ત્યાંથી ભગવામાં સફળ રહ્યો.

કાર્લ પોમરે નામના એક સ્થાનિક માણસ તેના કર્મચારીના સાથે અલ-નૂર મસ્જિદના પાસેથી પ્રસાર થઇ રહ્યો હતો. ત્યારે તેને જોયું કે લોકો મસ્જિદથી બહાર ભાગી રહ્યા છે અને જમીન પર પડી રહ્યા છે. કાર્લ તેને તેની કારને રોકીને ઘાયલની મદદ કરવા લાગ્યો. ઘાયલોમા એક પાંચ વર્ષની બલકી પણ હતી.

તેણે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, “અમે તે બાળકીને કારમાં લાવી શક્યા અને તેને હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેની સ્થિતિ ખૂબ નાજુક હતી. મારો કર્મચારી જે વ્યક્તિની મદદ કરી રહ્યો હતો તેને અમે બચાવી શક્યતા નથી. ઇજાગ્રસ્ત મારા કર્મચારીના હાથમાં મૃત્યુ પામ્યો. આ ખુબ જ ભયાનક હતું. ‘