- કોરોનાની ત્સુનામીમાં ડૂબી રહેલું વિશ્વ
- છેલ્લાં 24 કલાકમાં જ 27 લાખ નવા કેસ
- વિશ્વમાં 72 કલાકમાં જ પોણો કરોડ કેસ
- USમાં 24 કલાકમાં 8.50 લાખ નવા કેસ
- USમાં એક્ટિવ કેસ હવે પોણા બે કરોડ
- USમાં કુલ કેસ હવે 6 કરોડને પાર
વિશ્વમાં આજે કોરોનાનાં કેસે ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. સતત વધતા કેસથી દુનિયાનાં મોટાભાગનાં દેશ ચિંતામાં આવી ગયા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો વિશ્વમાં 27 લાખથી વધુ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો – રસીકરણ / અભિયાનમાં 150 કરોડ ડોઝનો આંકડો પાર કરવા બદલ પીએમએ દેશવાસીઓને આપ્યા અભિનંદન
આપને જણાવી દઇએ કે, વિશ્વમાં છેલ્લા 72 કલાકમાં જ પોણા કરો઼ડ કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે. અહી 24 કલાકમાં કોરોનાનાં 8.50 લાખ નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં એક્ટિવ કેસ હવે પોણા બે કરોડ થઇ ગયા છે. વળી કુલ કેસની સંખ્યા 6 કરોડને પાર કરી ગઇ છે.
- ફ્રાન્સમાં બેકાબુ કોરોનાથી ખળભળાટ
- ફ્રાન્સમાં 24 કલાકમાં જ 3.28 લાખ કેસ
- ફ્રાન્સમાં 24 કલાકમાં 29.33 લાખ કેસ
- UKમાં 24 કલાકમાં 1.78 લાખ નવા કેસ
- UKમાં એક્ટિવ કેસ હવે 33.74 લાખ
- સ્પેનમાં 24 કલાકમાં 1.15 લાખ નવા કેસ
- ઇટાલીમાં 24 કલાકમાં 1.08 લાખ કેસ
- ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં 78 હજાર કેસ
દુનિયામાં વધતા કોરોનાનાં કેસ હવે જાણે ત્સુનામી લાવી રહ્યા છે. સૌથી વધુ પ્રવાસી દેશ ફ્રાન્સમાં પણ કોરોના બેકાબુ બન્યો છે. અહી 24 કલાકમાં 3.28 લાખ કોરોનાનાં કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં એક્ટિવ કેસ 29.33 લાખ થઇ ગયા છે. ઉપરાંત UK માં પણ પરિસ્થિતિ બહુ સારી નથી. અહી છેલ્લા 24 કલાકમાં 1.78 લાખ કોરોનાનાં નવા કેસ નોંધાયા છે. અહી એક્ટિવ કેસ હવે 33.74 લાખ થઇ ગયા છે. સ્પેનની વાત કરીએ તો અહી છેલ્લા 24 કલાકમાં 1.15 લાખ, ઈટાલીમાં 1.08 લાખ, ઓસ્ટ્રેલિયામાં 78 હજાર કોરોનાનાં નવા કેસ નોંધાયા છે.
