Not Set/ ટ્રમ્પની ચેતવણી : કાં તો ઈરાન સાથે વ્યાપાર કરો, કાં તો અમેરિકા સાથે …

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાન પર પ્રતિબંધ લગાવ્યા બાદ બીજી એક ચેતવણી જાહેર કરી છે. ટ્રમ્પએ કહ્યું કે જે પણ દેશ ઈરાન સાથે વ્યાપાર ચાલુ રાખશે, તે અમેરિકા સાથે વ્યાપાર નહિ કરી શકે. જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પએ બુધવારથી ઈરાન પર નવા પ્રતિબંધ લગાવી દીધા છે. 2015માં પરમાણુ કરાર બાદ ઈરાન પરથી આ પ્રતિબંધ હટાવી […]

Top Stories India World
My Post e1525751006149 ટ્રમ્પની ચેતવણી : કાં તો ઈરાન સાથે વ્યાપાર કરો, કાં તો અમેરિકા સાથે ...

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાન પર પ્રતિબંધ લગાવ્યા બાદ બીજી એક ચેતવણી જાહેર કરી છે. ટ્રમ્પએ કહ્યું કે જે પણ દેશ ઈરાન સાથે વ્યાપાર ચાલુ રાખશે, તે અમેરિકા સાથે વ્યાપાર નહિ કરી શકે. જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પએ બુધવારથી ઈરાન પર નવા પ્રતિબંધ લગાવી દીધા છે. 2015માં પરમાણુ કરાર બાદ ઈરાન પરથી આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા હતા. ટ્રમ્પના આ પ્રતિબંધોની અસર ભારત પર પણ પડી શકે છે. ચીન બાદ ભારત ઈરાન પાસેથી ઓઇલ આયાત કરતુ બીજું સૌથી મોટું રાષ્ટ્ર છે. અમેરિકી પ્રતિબંધો બાદ ભારત ધીમે-ધીમે હવે ઈરાનથી દૂર થઇ રહ્યું છે. જૂનમાં જ ભારતે ઈરાન પાસેથી 12 ટકા ઓછું ઓઇલ આયાત કર્યું હતું.

ટ્રમ્પએ ટ્વિટ કર્યું કે ઈરાન પર લાગેલા પ્રતિબંધ અધિકારીક રીતે લાગુ થઇ ગયા છે. આ અત્યાર સુધીના સૌથી કઠોર પ્રતિબંધ છે અને નવેમ્બરમાં બીજા સ્તરે પહોંચી જશે. ઈરાન સાથે જે કોઈ વ્યાપાર કરશે, તે અમેરિકા સાથે વ્યાપાર નહિ કરી શકે. હું ફક્ત દુનિયા માટે શાંતિ માંગી રહ્યો છું, એનાથી ઓછું નહિ.

અમેરિકાના પ્રતિબંધોથી પેટ્રોલિયમ સંબંધિત લેણદેણ રોકાઈ જશે. આ ઉપરાંત વિદેશી નાણાકીય સંસ્થાઓ ઇરાનની કેન્દ્રીય બેન્ક સાથે લેણદેણ રોકાઈ જશે. જોકે, ટ્રમ્પએ જણાવ્યું હતું કે ઈરાન સાથે વધારે વ્યાપક પરમાણુ કરાર કરવા પર તેઓ વિચાર કરી રહ્યા છે. અમેરિકી પ્રતિબંધોના પહેલા ચરણમાં ઈરાનની અમેરિકી મુદ્રા સુધીની પહોંચ તથા કાર અને કાલીન સહીત અન્ય પ્રમુખ ઉદ્યોગોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાન પહેલાથી જ પ્રતિબંધના પ્રભાવનો સામનો કરી રહ્યું છે. ટ્રમ્પ દ્વારા સમજૂતીમાંથી બહાર નીકળવાની ઘોષણા બાદ એમની મુદ્રા રિયાલનું મૂલ્ય લગભગ અડધું થઇ ગયું છે.

us iran sanctions e1533644347278 ટ્રમ્પની ચેતવણી : કાં તો ઈરાન સાથે વ્યાપાર કરો, કાં તો અમેરિકા સાથે ...

યુરોપિયન સંઘના પ્રમુખ ફેડેરિક મોગેરીનીએ કહ્યું કે અમેરિકા દ્વારા ફરી પ્રતિબંધ લગાવવા પાર બ્રિટન, ફ્રાન્સ અને જર્મની સહીત સમૂહના અન્ય દેશોએ ખેદ દર્શાવ્યો છે. અમેરિકી દંડના ડરથી કેટલીક મોટી કંપનીઓ ઈરાનથી બહાર જઈ રહી છે.