Not Set/ દુબઈથી છોટા શકીલના ભાઈની કરાઈ ધરપકડ, ભારત દ્વારા શરુ કરાયા પ્રત્યાર્પણના પ્રયાસ

દુબઈ, છોટા શકીલના ભાઈ અનવર બાબુ શેખને અબુધાબીના એરપોર્ટ પરથી કસ્ટમ્સ એન્ડ અબુધાબી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છેમ ત્યારબાદ હવે ભારત સરકાર દ્વારા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના વધુ એક સાગરિત વિરુધ શિકંજો કસવામાં આવી રહ્યો છે. શુક્રવારે જયારે અનવરની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ હતો. બીજી બાજુ આ મોસ્ટ વોન્ટેડની ધરપકડ […]

Top Stories World Trending
chhota shakeel દુબઈથી છોટા શકીલના ભાઈની કરાઈ ધરપકડ, ભારત દ્વારા શરુ કરાયા પ્રત્યાર્પણના પ્રયાસ

દુબઈ,

છોટા શકીલના ભાઈ અનવર બાબુ શેખને અબુધાબીના એરપોર્ટ પરથી કસ્ટમ્સ એન્ડ અબુધાબી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છેમ ત્યારબાદ હવે ભારત સરકાર દ્વારા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના વધુ એક સાગરિત વિરુધ શિકંજો કસવામાં આવી રહ્યો છે.

શુક્રવારે જયારે અનવરની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ હતો. બીજી બાજુ આ મોસ્ટ વોન્ટેડની ધરપકડ બાદ હવે ભારતીય એમ્બેસી દ્વારા તેના પર શિકંજો કસવા માટેની કોશિશમાં લાગ્યું છે.

દુબઈથી છોટા શકીલના ભાઈની કરાઈ ધરપકડ, ભારત દ્વારા શરુ કરાયા પ્રત્યાર્પણના પ્રયાસ
world-underworld-don-chota-shakeel-brother-anwar-detained-customs-abu-dhabi-police-india-deport

સ્થાનિક અધિકારીઓમના જણાવ્યા મુજબ, અનવર અંગે જરૂરી તમામ જાણકારી મળ્યા બાદ જ તેની ધરપકડ કરાઈ છે. નોંધનીય છે કે, અનવર બાબુ શેખ વિરુધ પહેલાથી જ રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ છે.

અનવર બાબુ શેખ અંગે કહેવામાં આવે છે કે, તે પાકિસ્તાનની એજન્સી ISI સાથે કામ કરી રહ્યો છે અને તે ભારત વિરુધ ચલાવાઈ રહેલી આતંક વિરોધી ગતિવિધિઓમાં પણ શામેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છોટા શકીલનું અસલી નામ શકીલ બાબૂમિયા શેખ છે અને તે વર્ષ ૧૯૯૩માં મુંબઈમાં કરાયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપીઓમાનો એક છે. આ ઉપરાંત અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો ખાસ વ્યક્તિ પણ માનવામાં આવે છે.