Not Set/ 27 સપ્ટેમ્બરે યુએનમાં થશે ભારત-પાકિસ્તાનનો આમનો-સામનો, PM મોદી પછી ઇમરાનનું સંબોધન

27 સપ્ટેમ્બરના રોજ અમેરિકામાં ભારત અને પાકિસ્તાનનો આમનો-સામનો થવાનો છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્રને સંબોધન કરશે. ન્યૂયોર્કમાં એક અઠવાડિયાના રોકાણ દરમિયાન તેમની અનેક દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠકોનું શેડ્યૂલ પણ છે. વક્તાઓની સૂચિ મુજબ, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન 27 સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક નેતાઓને સંબોધન કરશે.ઇમરાન ખાનના સંબોધનના થોડા સમય પહેલા  […]

Top Stories World
AAAAAAAAAAAAAAAMAHU 4 27 સપ્ટેમ્બરે યુએનમાં થશે ભારત-પાકિસ્તાનનો આમનો-સામનો, PM મોદી પછી ઇમરાનનું સંબોધન

27 સપ્ટેમ્બરના રોજ અમેરિકામાં ભારત અને પાકિસ્તાનનો આમનો-સામનો થવાનો છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્રને સંબોધન કરશે. ન્યૂયોર્કમાં એક અઠવાડિયાના રોકાણ દરમિયાન તેમની અનેક દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠકોનું શેડ્યૂલ પણ છે. વક્તાઓની સૂચિ મુજબ, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન 27 સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક નેતાઓને સંબોધન કરશે.ઇમરાન ખાનના સંબોધનના થોડા સમય પહેલા  પીએમ મોદીનું સંબોધન થશે.

સંયુક્ત રાષ્ટ્રના 74 મા સત્રમાં વૈશ્વિક નેતાઓના સંબોધન કાર્યક્રમની પ્રારંભિક સૂચિમાં આ માહિતી આપવામાં આવી છે. તેના અનુસાર, મોદી 27 સપ્ટેમ્બરની સવારે એક ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધન કરશે.2014 માં વડાપ્રધાને પ્રથમ વખત મહાસભાનું સંબોધન કર્યું હતું. મે મહિનામાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં અદભૂત વિજય બાદ તેઓ સપ્ટેમ્બરમાં વડાપ્રધાન તરીકેના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ નેતાઓને સંબોધન કરશે.

મહાસભામાં વક્તાઓની પ્રારંભિક સૂચિ મુજબ, લગભગ 112 રાષ્ટ્રાધ્યક્ષ, લગભગ 48  સરકારના વડા અને 30 થી વધુ વિદેશપ્રધાનો ન્યૂ યોર્કમાં મહાસભાને સંબોધન કરવા પહોંચશે. સામાન્ય ચર્ચા 24 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલશે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 સપ્ટેમ્બરે મહાસભાને સંબોધન કરશે. તેમણે પ્રથમવાર 2017 માં મહાસભાને સંબોધન કર્યું હતું. સામાન્ય ચર્ચામાં શરૂઆતના દિવસે  અમેરિકાના પરંપરાગત રીતે બ્રાઝીલ પછીનો બીજો વક્તા છે. વડાપ્રધાન મોદીના ન્યૂયોર્ક પ્રવાસ દરમિયાન મહાસભાના સત્ર દરમિયાન અનેક દ્વિપક્ષીય અને બહુપક્ષીય વાટાઘાટો થવાની સંભાવના પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.