Not Set/ ભૂખમારાથી લડી રહેલા ઉ.કોરિયાએ લાંબા અંતરની અદ્યતન મિસાઇલોનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ

આ પરીક્ષણો એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે ઉત્તર કોરિયાનાં પરમાણુ નિરસ્ત્રીકરણને લઈને અમેરિકા સાથેનો વિવાદ ખતમ થવાની કોઈ શક્યતા નથી.

Top Stories World
1 201 ભૂખમારાથી લડી રહેલા ઉ.કોરિયાએ લાંબા અંતરની અદ્યતન મિસાઇલોનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ

ભૂખમરાનો સામનો કરી રહેલુ ઉત્તર કોરિયા તેના તાનાશાહ કિંમ ઝોન્ગ ઉનનાં કારણે સમગ્ર વિશ્વમાં બદનામ છે. વળી કિંમ જોન્ગ પોતાના મિસાઇલ પરિક્ષણનાં નિર્ણયને લઇને ઘણીવાર ચર્ચામાં આવે છે. હવે ફરી એકવાર ઉત્તર કોરિયા તેની હરકતોનું પુનરાવર્તન કરી રહ્યુ છે.

1 202 ભૂખમારાથી લડી રહેલા ઉ.કોરિયાએ લાંબા અંતરની અદ્યતન મિસાઇલોનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ

આ પણ વાંચો – Political /  CM રૂપાણીનાં રાજીનામા બાદ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ તીખા શબ્દોમાં આપી પ્રતિક્રિયા

આપને જણાવી દઇએ કે, હવે ઉત્તર કોરિયાએ લાંબા અંતરની અદ્યતન મિસાઇલોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. કેટલાક મહિનાઓમાં દેશમાં આ પ્રકારની પ્રથમ ગતિવિધિ છે. આપને જણાવી દઈએ કે, આ પરીક્ષણો એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે ઉત્તર કોરિયાનાં પરમાણુ નિરસ્ત્રીકરણને લઈને અમેરિકા સાથેનો વિવાદ ખતમ થવાની કોઈ શક્યતા નથી. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, મિસાઇલો પર છેલ્લા બે વર્ષથી કામ ચાલી રહ્યુ હતુ અને હવે શનિવાર અને રવિવારે ફ્લાઇટ પરીક્ષણો દરમિયાન 1,500 કિમી દૂર સુધી લક્ષ્યને સફળતાપૂર્વક હિટ કર્યુ હતુ. ન્યૂઝ એજન્સીએ કહ્યું કે, ઉત્તર કોરિયાની સુરક્ષા માટે મિસાઇલોનો વિકાસ ઘણો મહત્વનો છે, તે દેશને આત્મવિશ્વાસ આપે છે. આ સિવાય દેશમાં બનેલી આ મિસાઇલોનું ઉત્પાદન દુશ્મનોનાં લશ્કરી દાવપેચને રોકવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. દક્ષિણ કોરિયાનાં જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે લશ્કર અમેરિકા અને દક્ષિણ કોરિયાની ગુપ્ત માહિતીનાં આધારે ઉત્તર કોરિયાંના પ્રક્ષેપણનું વિશ્લેષણ કરી રહ્યું છે.

1 203 ભૂખમારાથી લડી રહેલા ઉ.કોરિયાએ લાંબા અંતરની અદ્યતન મિસાઇલોનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ

આ પણ વાંચો – Political / રાહુલ ગાંધીનો કટાક્ષ – ભાજપે એવો વિકાસ કર્યો કે હવે Sunday શું અને Monday શું?

આપને જણાવી દઈએ કે, ઉત્તર કોરિયા લાંબા સમયથી અમેરિકા અને દક્ષિણ કોરિયા પર પ્રતિકૂળ નીતિ અપનાવવાનો આરોપ લગાવી રહ્યું છે. ઉત્તર કોરિયાનાં પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમોને સમાપ્ત કરવાના હેતુથી અમેરિકા સાથે ઉત્તર કોરિયાની વાતચીત 2019 થી અટકી છે. વળી, આ બાબતની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે મિસાઇલોનાં આવા પરીક્ષણો ઉત્તર કોરિયાની વ્યૂહરચનાનો એક ભાગ છે, જેમાં તે અમેરિકા પર પોતાના પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવા માટે વાટાઘાટો કરવા દબાણ કરે છે. કોરિયન ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, મિસાઇલોએ તેમના લક્ષ્યને ટાર્ગેટ કરતા પહેલા 126 મિનિટની મુસાફરી પૂર્ણ કરી હતી. કિમની શક્તિશાળી બહેને ગયા મહિને સંકેત આપ્યો હતો કે ઉત્તર કોરિયા તેમની સંયુક્ત લશ્કરી કવાયત ચાલુ રાખવા માટે હથિયારોનું પરીક્ષણ ફરી શરૂ કરવા માટે તૈયાર છે.