Not Set/ ભારતીયો માટે ખુશ ખબર, અમેરિકાએ ગ્રીન કાર્ડ પરની મર્યાદા હટાવી

અમેરિકી સંસદની પ્રતિનિધિ સભાએ રોજગાર આધારિત ગ્રીનકાર્ડ પરની દેશ આધારિત 7 ટકા મર્યાદાને દૂર કરતો ખરડો બહુમતીથી પસાર કરી દીધો છે.આ મર્યાદા હવે 15 ટકા થશે, 435 સાંસદોમાંથી 365 વિરૂદ્ધ 65ના મતોથી ખરડો પસાર કરાયો છે, જેનો સૌથી વધુ ફાયદો અમેરિકા જતા ભારતીય આઇટી પ્રોફેશનલ્સને થશે, ગ્રીનકાર્ડ અમેરિકામાં કાયમી રહેવા અને કામ કરવાની મંજૂરી આપે […]

World
fcsdj 10 ભારતીયો માટે ખુશ ખબર, અમેરિકાએ ગ્રીન કાર્ડ પરની મર્યાદા હટાવી

અમેરિકી સંસદની પ્રતિનિધિ સભાએ રોજગાર આધારિત ગ્રીનકાર્ડ પરની દેશ આધારિત 7 ટકા મર્યાદાને દૂર કરતો ખરડો બહુમતીથી પસાર કરી દીધો છે.આ મર્યાદા હવે 15 ટકા થશે, 435 સાંસદોમાંથી 365 વિરૂદ્ધ 65ના મતોથી ખરડો પસાર કરાયો છે, જેનો સૌથી વધુ ફાયદો અમેરિકા જતા ભારતીય આઇટી પ્રોફેશનલ્સને થશે, ગ્રીનકાર્ડ અમેરિકામાં કાયમી રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે,

HR 1044 નામનું બિલ પસાર થયા બાદ એક દેશના 15 ટકા લોકોને ગ્રીનકાર્ડ માટે સરળતા રહેશે, અત્યાર સુધી માત્ર 7 ટકા લોકોને ગ્રીનકાર્ડ મળતુ હતુ, ખાસ કરીને ભારતીયો એ તેના માટે વધુ રાહ જોવી પડતી હતી, જો કે હવે નવા બિલથી અમેરિકા જતા લોકોને મોટો ફાયદો થશે.

અત્યાર સુધી અમેરિકામાં વાર્ષિક 1,40000 ગ્રીનકાર્ડ જારી કરાતા હતા, જેમાં એક દેશને 7 ટકાનો ફાયદો મળતો હતો, હવે તે આંકડો 15 ટકા થઇ ગયો છે.હાલમાં ત્રણ લાખ જેટલા ભારતીયોઓએ ગ્રીનકાર્ડ માટે અરજી કરી છે, જેથી હવે તેમની અરજીનો પણ જલદી નિકાલ આવશે.