Technology/ હવામાં જ ચાર્જ થઇ જશે તમારો મોબાઇલ, કંપની લાવી રહી છે Mi Air Charger

શાઓમીએ શુક્રવારે નવી વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી Mi Air Charge ની જાહેરાત કરી. એટલે કે હવામાં મોબાઇલ ફોન ચાર્જ કરી શકો છો. એમઆઈ એર ચાર્જને ડિઝાઇન કરવામાં આવ્યું છે. યૂઝર તેમના સ્માર્ટફોન અથવા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસને કેબલ, પેડ અથવા વાયરલેસ ચાર્જિંગ સ્ટેન્ડ વગર દૂરથી ચાર્જ કરવાની મંજૂરી આપશે. આ વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલજીથી વિપરીત છે જેમાં ચાર સેન્ટિમીટર […]

Tech & Auto
air charger હવામાં જ ચાર્જ થઇ જશે તમારો મોબાઇલ, કંપની લાવી રહી છે Mi Air Charger

શાઓમીએ શુક્રવારે નવી વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી Mi Air Charge ની જાહેરાત કરી. એટલે કે હવામાં મોબાઇલ ફોન ચાર્જ કરી શકો છો. એમઆઈ એર ચાર્જને ડિઝાઇન કરવામાં આવ્યું છે. યૂઝર તેમના સ્માર્ટફોન અથવા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસને કેબલ, પેડ અથવા વાયરલેસ ચાર્જિંગ સ્ટેન્ડ વગર દૂરથી ચાર્જ કરવાની મંજૂરી આપશે.

Xiaomi releases Mi Air Charge Technology: Wireless phone charging

આ વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલજીથી વિપરીત છે જેમાં ચાર સેન્ટિમીટર સુધીના અંતરે ઇન્ડકટિવ ચાર્જિંગનો ઉપયોગ કરીને વાયરલેસ રીતથી ટ્રાન્સફર કરવામાં આવે છે. શાઓમીના એમઆઈ એર ચાર્જે અનેક મીટરની રેન્જમાં ઘણાં ઉપકરણો ચાર્જ કરવાનો દાવો કર્યો છે. ચાર્જિંગમાં કોઈપણ પ્રકારની શારીરિક વિક્ષેપો નહીં આવે, એટલે કે ચાર્જર દિવાલ આ બાજુ કે બહાની બાજુ હોય તો પણ ચાર્જ થઇ જશે. જો કે, આ ટેકનીકને બજારમાં ઉપલબ્ધ થવા માટે સમય લાગશે. હજી કામ ચાલુ છે.

નવા એમઆઈ એર ચાર્જ વાયરલેસ ચાર્જિંગ અનુભવને શ્રેષ્ઠ બનાવવા શાઓમીએ ઇન-હાઉસ પૃથક ચાર્જિંગ વિકસિત કર્યુ છે. જેમા મિલીમીટર-વાઇડ તરંગોને પ્રસારિત કરનારા 144 એન્ટેના હોય છે. આ તરંગ સીધા તે સ્માર્ટફોન પર આવે છે, જેમા બીમફોર્મિંગ દ્વારા ચાર્જ કરવો પડે છે.

Xiaomi Unveils Mi Air Charge Wireless Charging Technology to Fuel Up  Devices Over the Air | Technology News

શાઓમીની મી એર ચાર્જ ટેક હાલમાં ફક્ત શોકેસ કરવામાં આવી રહી છે. શાઓમીના પ્રવક્તાએ ટ્વિટર પર સ્પષ્ટતા આપી છે કે એઆઇ એર ચાર્જ હાલમાં ટેક ડેમો છે અને આ વર્ષે તેની રજૂઆત નથી થઈ રહી. એ સ્પષ્ટતા નથી કે વાયરલેસ ચાર્જિંગ ટેકનીક માટે કોઈ નિયમનકારીની મંજૂરી માટે અરજી કરી છે કે નહીં. પરંતુ સ્વાસ્થ્યના જોખમો માટે તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કે નહીં તેની પણ કંપનીએ કોઈ વિગતો આપી નથી.